ડાંગ જિલ્લાના ડોન હિલ સ્ટેશનનાં માર્ગ પર ભેખડો ધસી માર્ગ અવરોધાતા તાત્કાલિક હટાવી માર્ગ પૂર્વરત કરાયો..
MADAN VAISHNAVAugust 24, 2025Last Updated: August 24, 2025
3 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાતનાં છેવાડેનો ડાંગ જિલ્લો હાલ વરસાદી માહોલ જોરમાં છે.વરસાદને પગલે કેટલાક માર્ગો પર વાહનવ્યવહારને અસર થઈ હતી.વઘઈ તાલુકામાં ગતરોજ ભારે વરસાદને કારણે કેટલાક કોઝવે પાણીમાં ડૂબી ગયા હતા, પરંતુ વરસાદનું જોર ઘટતા પાણી ઝડપથી ઓસરી ગયું હતું અને વાહનવ્યવહાર ફરી પૂર્વવત થયો હતો.જોકે, મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ સામાન્ય રહેતા જનજીવન પર કોઈ ગંભીર અસર થઈ નહોતી.રવિવારે બપોર બાદ આહવા તાલુકાનાં ડોન હિલ સ્ટેશનની મુલાકાતે ગયેલા પ્રવાસીઓ અચાનક મુશ્કેલીમાં મુકાયા હતા.ડાંગ જિલ્લાના ગડતથી ડોન હિલ સ્ટેશનને જોડતા મુખ્ય માર્ગ પર અચાનક મોટી ભેખડો ધસી પડી હતી.પહાડો પરથી વિશાળ પથ્થરો (શિલાઓ) અને માટીનો મલબો રસ્તા પર પડતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો.આ ઘટનાને કારણે અનેક વાહનો એકાદ કલાક સુધી અટવાઈ ગયા હતા.થોડાક સમય માટે પ્રવાસીઓ અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા અને રસ્તો ક્યારે ખૂલશે તેની રાહ જોઈ રહ્યા હતા.જોકે આ ઘટનાની જાણ થતા જ ડાંગ જિલ્લા પંચાયતનાં માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.ડાંગ જિલ્લા પંચાયતનાં માર્ગ મકાન વિભાગનાં કાર્યપાલક ઈજનેર બી.એમ.પટેલનાં માર્ગદર્શન હેઠળ નાયબ કાર્યપાલક ઈજનેર એમ.ડી. પટેલ અને મદદનીશ ઈજનેર સાગર ગંવાદે સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.આ ટીમે સમયનો વ્યય કર્યા વગર જેસીબી મશીન અને અન્ય સાધનોની મદદથી રસ્તા પરથી પથ્થરો અને માટીનો મલબો હટાવવાની કામગીરી શરૂ કરી હતી.સતત અને સઘન પ્રયાસો બાદ આખરે માર્ગ ખુલ્લો થયો હતો.રસ્તો ખૂલતા જ અટવાયેલા સ્થાનિક અને પ્રવાસી વાહનોનું સંચાલન ફરી શરૂ થયુ હતુ અને પ્રવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો.ડાંગ જિલ્લા પંચાયતનાં માર્ગ મકાન વિભાગની સમયસર અને અસરકારક કામગીરીએ મોટી મુશ્કેલીને ટાળી હતી.આ વરસાદી માહોલમાં, કુદરતી સૌંદર્યની સાથે સાથે સલામતીનું પણ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.જિલ્લા પ્રશાસને માર્ગોની સ્થિતિ પર સતત નજર રાખીને પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવાના પ્રયાસો ચાલુ જ રાખ્યા છે.ડાંગ જિલ્લામાં ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ચોમાસાની ઋતુમાં અંતરીયાળ વિસ્તારનાં પર્વતીય માર્ગોમાં ભેખડો સહિત માટીનો મલબો ધસી પડવાનાં બનાવો બનતા જ રહે છે.જેથી આવા બનાવો બને તો સોશિયલ મિડિયામાં અફવા ફેલાવ્યા વગર સ્થાનિક પ્રશાસનને જાણ કરવા માટે ડાંગ જિલ્લા પંચાયતનાં માર્ગ મકાન વિભાગનાં કાર્યપાલક ઇજનેર બી.એમ.પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન વઘઇ પંથકમાં 08 મિમી,આહવા પંથકમાં 09 મિમી,સાપુતારા પંથકમાં 13 મિમી,સુબિર પંથકમાં 15 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો
«
Prev
1
/
105
Next
»
ફોર્મ નં. 7ના દુરુપયોગથી લોકશાહી પર હુમલો: આમ આદમી પાર્ટી: અજીત લોખીલ
ભાવનગરમાં ચાલી રહેલી SIT ની તપાસમાં એક મોટો વળાંક આવ્યો
પ્રજા હિતના અધિકારી એટલે H.T.Makwana @h_t_makwana_dy_collector
«
Prev
1
/
105
Next
»
MADAN VAISHNAVAugust 24, 2025Last Updated: August 24, 2025