GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણ લીંબડી રોડ પરનાં સમલા ગામમાં ત્રણ વર્ષથી પીવાના પાણીની સમસ્યા સર્જાતા હાઈવે ચકકાજામ કર્યો.

તા.09/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ મળતો હોવાની ગુલબાંગ અવારનવાર હાલના શાસકો કરી રહ્યા છે પરંતુ હકિકતમાં જમીન પર પરિસિથિતિ કંઈક અલગ જ છે જિલ્લાના ગ્રામ્ય પંથકના લોકોને પીવા માટે આજે પણ રઝળપાટ કરવો પડે છે તે નરી વાસ્તવીકતા છે. ત્યારે છેલ્લા એક વર્ષથી પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત થયેલ 2200ની વસ્તી ધરાવતા લીંબડી તાલુકાના સમલાના ગ્રામજનોએ મંગળવારે લીંબડી-વઢવાણ હાઈવે ચક્કાજામ કરી દીધો હતો સમલા ગામના બસ સ્ટેશન સામે જ મહિલાઓ બેડા અને માટલા લઈને રસ્તા પર બેસી ગઈ હતી અને બન્ને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી બનાવની જાણ થતા લીંબડી ડીવાયએસપી વી. એમ. રબારી, મામલતદાર હરપાલસીંહ ડોડીયા સહિતની ટીમ દોડી ગઈ હતી મહિલાઓએ રજુઆત કરતા જણાવ્યુ કે, આમ તો છેલ્લા ત્રણ વર્ષથી ગામમાં પીવાના પાણીની સમસ્યા રહેલી છે જેમાં શરૂઆતના બે વર્ષ અપુરતુ પાણી આવતુ હતુ પરંતુ છેલ્લા એક વર્ષથી તો નળમાં બિલકુલ જળ આવતુ જ નથી આથી ગામ માટે અલગ લાઈન નાંખીને પાણીની સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા માંગ કરાઈ હતી અધિકારીઓની ભારે સમજાવટ બાદ અંતે મામલો થાળે પડયો હતો સુરેન્દ્રનગર જિલ્લાના સમલા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને કારણે આજે ગ્રામજનોએ લીંબડી વઢવાણ નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો આ ચક્કાજામને કારણે હાઈવેના બંને માર્ગ પર વાહનોની કતારો લાગી હતી છેલ્લા એક વર્ષથી સમલા ગામમાં પીવાના પાણીની સમસ્યા વણઉકેલી રહી છે ભર ઉનાળામાં પરિસ્થિતિ વધુ વણસી છે મહિલાઓને ધોમધખતા તાપમાં પાણીની એક-એક બૂંદ માટે વલખાં મારવા પડે છે આ સમસ્યાથી ત્રસ્ત થયેલી મહિલાઓએ આજે રોષ સાથે આંદોલન શરૂ કર્યું હતું ચક્કાજામની જાણ થતાં લીંબડી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો પોલીસે આંદોલનકારી મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો હાલમાં ભર ઉનાળામાં પીવાના પાણીની અછતને કારણે અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સુરેન્દ્રનગરના લીંબડી વઢવાણ નેશનલ હાઈવે પર છેલ્લા 1 વર્ષથી સમલા ગામમાં પીવાના પાણીની સમસ્યાને લઈ રોષ ભરાયો હતો જેથી પાણી મામલે ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો લીબડી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ઉનાળો શરૂ થતાંની સાથે પાણીની સમસ્યા ઘણો મોટો પ્રશ્ન બની જાય છે ઠેર ઠેર પીવાના પાણી માટે લોકો વલખાં મારતા પણ જોવા મળ્યાં છે ગુજરાતમાં જીવાદોરી સમાન ગણાતી, નર્મદા, સાબરમતી, તાપી, ભાદર, પૂર્ણા સહિત અનેક નદીઓમાં ઉનાળામાં કેટલીક વખત પાણી ઓછું થઈ જતું પણ જોવા મળે છે પાટણ જીલ્લામાં સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામમાં પીવાના પાણી માટે લોકોને વલખાં મારવા પડે છે અહીં છેલ્લા ઘણાં મહિનાઓથી લોકો માટે તરસી રહ્યાં છે પીવાના પાણીની સમસ્યા સરકાર જલ્દી સાંભળે તે માટે સામાજીક ન્યાય સમિતિના ચેરમેને પાટણ કલેક્ટર અને ડીડીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું કાકોશી ગામમાં છ માસ અગાઉ બે બોર્ડ ફેલ થઈ ગયાનું પણ સામે આવ્યું છે પાણીનાં બોર માટેની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતાં આવેદનપત્ર આપવું પડ્યું હતું ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ શકે છે ત્યારે કાકોશીમાં પાણીના પ્રશ્નનો ઝડપી ઉકેલ આવે તે માટે રજુઆત કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!