NATIONAL

પહેલા કેન્દ્રીય કર્મચારીઓને સરકારની દિવાળી ભેટ, 3 ટકા DA વધારાનું એલાન

મોંઘવારી ભથ્થું 1 જુલાઈ, 2024થી લાગુ થશે. મતલબ કે લોકોને 3 મહિનાનું એરિયર્સ મળશે., નવા 3 ટકાના વધારા સાથે કેન્દ્રીય કર્મચારીઓનું કુલ ડીએ 53 ટકા થયું છે.

મોદી સરકારે સરકારી કર્મચારીઓ માટે 3 ટકા ડીએ વધારાનું સત્તાવાર એલાન કરી દીધું છે. દિવાળી નજીકમાં છે અને તહેવાર પહેલા કેન્દ્રીય કર્મચારીઓને સરકારની ભેટ મળી ગઈ છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. મોંઘવારી ભથ્થામાં વધારા સાથે કરોડો લોકોનો પગાર પણ વધશે. વધેલું મોંઘવારી ભથ્થું 1 જુલાઈ, 2024થી લાગુ થશે. મતલબ કે લોકોને 3 મહિનાનું એરિયર્સ મળશે.
કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં 50 ટકા ડીએ મળતું હતું અને સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે દિવાળી પહેલા જ તેમાં 3 ટકાનો વધારો કરીને તેમને મોટી ભેટ આપી છે. DAમાં આ નવીનતમ વધારાનો લાભ 1 જુલાઈ, 2024થી લાગુ કરાતા કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી વધુ પ્રકાશિત થશે. કારણ કે દિવાળી પહેલા તેમના પગારમાં બમ્પર વધારો થશે.

જુલાઈથી ડિસેમ્બર મહિના માટે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં કર્મચારીઓને ઓક્ટોબર મહિનાના પગારની સાથે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનું એરિયર્સ પણ ચૂકવવામાં આવશે.

સામાન્ય રીતે કેન્દ્ર સરકાર જાન્યુઆરી અને જુલાઈમાં કર્મચારીઓના ડીએમાં સુધારો કરે છે. અગાઉ 24 માર્ચ, 2024 ના રોજ, કેન્દ્રીય કર્મચારીઓને 4 ટકા DA વધારાની ભેટ આપવામાં આવી હતી. આ વધારા સાથે તેમને મળતું મોંઘવારી ભથ્થું 46 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવ્યું છે. હવે તાજેતરના વધારા બાદ તે વધીને 53 ટકા થઈ ગયો છે.

Back to top button
error: Content is protected !!