મણિપૂરમાં હિંસા વચ્ચે રાજનીતિમાં ભૂકંપ NPPએ સરકાર નો સાથ છોડ્યો
નેશનલ પીપુલ્સ પાર્ટીએ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને મણિપુરમાં ભાજપનાં નેતૃત્વવાળી સરકાર પાસેથી તાત્કાલીક ધોરણે સમર્થન પાછો ખેચી લીધો છે. NPP એ મુખ્યમંત્રી એન.બીરેનસિંહનાં નેતૃત્વવાળી સરકાર રાજ્યની હાલની સ્થિતિનો પહોંચી વળવામાં નિષ્ક્રિય રહી હોવાનો આરોપ લગાવ્યો છે.
મણિપુરમાં થઈ રહેલ હિંસાની વચ્ચે કોનરાડા સંગમાની નેશનલ પીપુલ્સ પાર્ટીએ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને સમર્થન પાછું ખેચી લીધું હતું. તેમજ મુખ્યમંત્રી એન. બિરેનસિંહનાં નેતૃત્વવાળી સરકાર રાજ્યની હાલની પરિસ્થિતિને થાળે પાડવામાં પણ નિષ્ફળ રહી છે. જેથી તાત્કાલીક અસરથી સમર્થન પાછું ખેંચીએ છીએ. તેવો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
નેશનલ પીપુલ્સ પાર્ટીએ મણિપુરમાં હાલની સ્થિતિને લઈ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને પત્ર લખ્યો છે. તેમજ પત્રમાં કહ્યું છે કે હાલની પરિસ્થિતિ કાયદો તેમજ વ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમજ છેલ્લા કેટલાક દિવસોમાં અમે રાજ્યની સ્થિતિ ખરાબ થતી જોઈ છે. જેમાં કેટલાય નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમજ હાલ રાજ્યમાં લોકો ખૂબ જ દુઃખદ પરિસ્થિતિમાંથી હાલ પસાર થઈ રહ્યા છે.
તેમણે એ પણ કીધું કે, અમે દ્રઢતા મહસૂસ કરી છે. સીએમ બીરેનનાં નેતૃત્વવાળી મણિપુર સરકાર રાજ્યમાં સર્જાયેલ સંકટને રોકવામાં નિષ્ફળ નિવડી છે. તેમજ હાલની સ્થિતિને દેખતા નેશનલ પીપુલ્સ પાર્ટીએ નિર્ણય કર્યો છે કે મણિપુરમાં બીરેનસિંહનાં નેતૃત્વવાળી સરકાર પાસેથી તાત્કાલીક અસરથી સમર્થન પાછું ખેંચી રહી છે.
આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, તમારી ડબલ એન્જીન સરકારનાં નેતૃત્વમાં મણિપુરમાં ન એક છે ન સુરક્ષીત છે. મે 2023 માં મણિપુરમાં દુઃખદ ઘટનાઓ, વિભાજન અને હિંસાથી પસાર થયું છે. જે લોકોએ અહીંયા ભવિષ્ય ખરાબ કર્યું છે. ત્યારે અમે જવાબદારી સાથે કહીએ છીએ કે એવું લાગે છે કે ભાજપ જાણીજોઈને મણિપુરમાં આગ લગાવવાનો પ્રયત્ન કરી રહી છે. કેમકે તેઓ ગંદી વિભાજનની રાજનીતી કરે છે. ખડગે એ લખ્યું કે મણિપુરમાં 7 નવેમ્બર થી અત્યાર સુધી 17 લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમજ સતત કેટલાક વિસ્તારોની સાથે સાથે પૂર્વોત્તર રાજ્ય તરફ આગળ વધી રહી છે.