આણંદ ફૂડ વિભાગની ડ્રાઈવ 4 શહેર ની દુકાન માંથી નમૂના લીધા.
આણંદ ફૂડ વિભાગની ડ્રાઈવ 4 શહેર ની દુકાન માંથી નમૂના લીધા.
તાહિર મેમણ – આણંદ17/08/2024- લોકોને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તેમજ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી શકાય તે માટે આણંદ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમયાંતરે ખોરાકના નમુના લઈ ચકાસણી કરવામાં આવે છે.
તાજેતરમાં આણંદ જિલ્લા ફુડ સેફટી વિભાગ દ્વારા બજારમાં વેચાતા વિવિધ ખાદ્યચીજોની ચકાસણી અર્થે સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં આણંદ,કરમસદ, બોરસદ અને તારાપુરમાં જઈને ફરાળી વાનગી ૦૯,ઘીના ૦૨,મીઠાઈના ૧૭, તેમજ માવાના ૦૨ નમૂનાના લઈને પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, આણંદના ડેઝીગ્નેટેડ ઓફિસરની યાદીમાં જણાવાયું છે.આણંદ જિલ્લાના ફુડ સેફટી વિભાગ દ્વારા વિવિધ ખાદ્યચીજોની ચકાસણી અર્થે યોજાઈ સ્પેશિયલ ડ્રાઇવ આણંદ, બોરસદ, અને તારાપુર ખાતેથી ફરાળી વાનગીના ૦૯,ઘીના ૦૨, મીઠાઈના ૧૭ તેમજ મીઠા માવાના ૦૨ નમુનાઓ પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા