GUJARATHIMATNAGARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લા સાંસદશ્રીની અધ્યક્ષતામાં મેરી માટી મેરા દેશ અભિયાન અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ

વાત્સલ્યમ્ સમાચાર

સુરેશકુમાર ભરાડા-હિંમતનગર

 

*માટી કો નમન, વીરો કો વંદન” “હર ઘર તિરંગા”*

*સાબરકાંઠા જિલ્લા સાંસદશ્રીની અધ્યક્ષતામાં મેરી માટી મેરા દેશ અભિયાન અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ*

**********

હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવા દરેક નાગરીક પોતાના ઘરે તા. ૧૩ થી ૧૫ દરમિયાન તીરંગો લહેરાવે

********

*“મારી માટી- મારો દેશ” કાર્યક્રમને આપણે સૌ સાથે મળીને સાર્થક બનાવીએ અને દરેક ઘર, દરેક બાળક સુધી આપણાં દેશની આઝાદીનું મહત્વ પહોંચાડીએ: સાંસદશ્રી*

*******

સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી- મારો દેશ” કાર્યક્રમનું આયોજન આગામી તા.૦૯ થી ૩૦ ઓગસ્ટ-૨૦૨૩ સુધી કરવામાં આવ્યું છે. જિલ્લા સાંસદશ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં સરકીટ હાઉસ હિંમતનગર ખાતે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં સાંસદશ્રીએ કાર્યક્રમ અંતર્ગત વિવિધ તૈયારીઓની સમીક્ષા કરી હતી અને વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને રચનાત્મક સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં જિલ્લાવાસીઓને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, “મારી માટી-મારો દેશ કાર્યક્રમ થકી માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ વીર શહીદોની વંદના અને તેમના પરિવારોનું સન્માન કરવા જનશક્તિને પ્રેરિત કરાશે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્રતા પર્વને અનોખી રીતે ઉજવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપણાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત વિકાસની નવતર કેડી કંડારી રહ્યું છે ત્યારે આ પ્રકારના કાર્યક્રમો થકી આપણી ભાવિ પેઢી પણ આઝાદીમાં અમૂલ્ય ત્યાગ કરનાર વીરો વિશે જાણી માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે તેવો હેતુ છે. આ કાર્યક્રમને આપણે સૌ સાથે મળીને સાર્થક બનાવી અને દરેક ઘર, દરેક બાળક સુધી આપણાં દેશની આઝાદી નું મહત્વ પહોંચાડીએ.”

વધુમાં તેમણે ઉમેર્યું કે, ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિન નિમિત્તે હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા દરેક નાગરીક પોતાના ઘરે તા. ૧૩ થી ૧૫ દરમિયાન તીરંગો લહેરાવે

આ બેઠકમાં રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, હિંમતનગર ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલા, ઇડર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, કલેક્ટરશ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેકટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટ, હિંમતનગર પ્રાંતશ્રી જયંત કિશોર સહિત જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!