અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ઓડ ગામે ચેકડેમમાં નાહવા પડતા ભાઈ બહેનનું મોત, રક્ષાબંધનના તહેવાર પહેલા ભાઈ – બહેન નો પ્રેમ તૂટ્યો,પરિવાર માતમમાં છવાયો
ભિલોડાના ઓડ ગામના ભાઈ-બહેન ચેકડેમમાં નાહવા પડતાં ડૂબી જતા મોત,પરિવારમાં માતમ છવાયો અરવલ્લી જીલ્લામાં ચોમાસાની ઋતુમાં પાણીમાં ડૂબી જવાની ઘટનાઓ માં દરવર્ષે નોંધપાત્ર વધારો થતો હોય છે ભિલોડા તાલુકાના ઓડ ગામ માં શાળા છૂટીને ઘરે આવ્યા બાદ ભાઈ-બહેન બકરા ચરાવવા જતા ખેતરમાં રહેલા ચેકડેમમાં નાહવા પડતાં 5 વર્ષીય ભાઈ અને 9 વર્ષીય બહેન પાણીમાં ડૂબી જતા મોત નિપજતા પરિવારજનોમાં માતમ છવાયો હતો શામળાજી પોલીસ સ્થળ પર પહોંચી બંને મૃતક બાળકોના મૃતદેહને શામળાજી રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ભિલોડા તાલુકાના ઓડ ગામમાં રહેતા બાબુભાઈ પોચાજી ફનાત નામના ખેડૂતનો 5 વર્ષીય પુત્ર પ્રિન્સ અને 9 વર્ષીય પુત્રી પ્રિયાંશી શુક્રવારે શાળામાંથી છૂટીને ઘરે પરત ફર્યા બાદ સાંજના પાંચ વાગ્યા બાદ બકરા ચરાવવા નજીકના વિસ્તારમાં ગયા હતા બકરા ચરાવતાં ચરાવતા મનુભાઈ કોદરાભાઈ કટારાના ખેતરમાં આવેલ ચેકડેમમાં પાણી ભરેલ જોઈ નાહવા પડતાં બંને ભાઈ-બહેન પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યા હતા બંને બાળકો ચેકડેમમાં ડૂબી જતા અંધારા જેવો માહોલ થતાં બકરા ઘરે પરત આવી ગયા હતા પરંતુ બંને બાળકો ઘરે પરત ન ફરતા પરિવારે બંનેની શોધખોળ હાથધરતા નજીકમાં આવેલ ચેકડેમમાં બંને બાળકો પાણીમાં ડૂબી ગયેલા મળી આવતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું ભાઈ-બહેનનું પાણીમાં ડૂબી જવાથી મોતના પગલે દંપતિએ ભારે આક્રંદ કરી મૂકતાં આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા બાળકો પાણીમાં ડૂબી મોત નીપજતા શામળાજી પોલીસને જાણ કરતા તાબડતોડ સ્થળ પર દોડી આવી બંને મૃતક બાળકોની લાશને પીએમ માટે ખસેડી દીધી હતી