હાલોલની કલરવ શાળામાં 32 માં વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ,વિધાર્થીઓએ અવનવી કૃતિઓ રજૂ કરી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૪.૪.૨૦૨૫
જેમ પાનખર ઋતુ નિસ્તેજ પર્ણોને ખેરવી દે છે અને વસંત ઋતુ આવી ફરી પર્ણને નવ પલ્લવીત કરી દે છે તેવી જ રીતે વર્ષના અંતે બાળકોના નિસ્તેજ મન અને શરીર પર થનગણાટરૂપી અમી છાંટણા છાંટતો ઉત્સવ એટલે વાર્ષિકોત્સવ. કલરવ શાળામાં 32 માં વાર્ષિકોત્સવની ઉજવણી તા.4/4/ 2025 ને શુક્રવારના રોજ પૂનમ પાર્ટી પ્લોટ ના પ્રાંગણમાં કરવામાં કરવામાં આવ્યો હતો.આ વાર્ષિકોત્સવ ની ઉજવણી શાળાના આચાર્ય ડૉ. કલ્પનાબેન જોષીપુરા અને શાળાના ટ્રસ્ટી હાર્દિકભાઈ જોશીપુરાના માર્ગદર્શન હેઠળ ખૂબ જ ખંત થી શાળાના શિક્ષક ગણ અને પ્રતિનિધિત્વ વિદ્યાર્થીઓ દ્વારા દબદબાભેર કરવામાં આવેલ હતી.મૂલ્ય આપણા રોજિંદા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે .એના વિના જીવન વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા અધુરી છે. આ મૂલ્યકુંભના શીર્ષક હેઠળ વાર્ષિકોત્સવ કાર્યક્રમનો શુભારંભ પ્રભુ પ્રાર્થના, સ્વાગત ગીત અને સ્વાગત પ્રવચનથી કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર ,હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર ,પંચમહાલના શિક્ષણ અધિકારી કિરીટભાઈ પટેલ અને કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહ પરમાર તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા .ઉપસ્થિત મહેમાન ઓનું પુસ્તક અને પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું હતુ.ત્યારબાદ મહેમાન ઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં શાળાની શૈક્ષણિક અને સહ શૈક્ષણિક વાર્ષિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈને ધોરણ 10 અને 12 ના તેજસ્વી તારલાઓ તેમજ ખેલ મહાકુંભ ,કલા મહાકુંભ તેમજ વિજ્ઞાન ક્ષેત્રમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બનેલ વિદ્યાર્થીઓનું તેમજ શાળા કક્ષાએ યોજાયેલ વિવિધ સ્પર્ધામાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓ અને વાલીઓનું ઉપસ્થિત મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.મૂલ્યકુંભ શીર્ષક હેઠળ યોજાયેલ આ વાર્ષિકોત્સવમાં શ્રેષ્ઠતમ એવી તમામ કૃતિઓનો ચિતાર કે.જી વિભાગથી લઈને ધોરણ 11 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા.જેમાં ખુશી કી મસ્તી, પરિવારમે મસ્તી, છુટ્ટી કી મસ્તી ,સરગમ કી મસ્તી, ચુટકુલે કી મસ્તી, મોજ ઓર મસ્તી, જીવન કી મસ્તી ,ગ્રંથ ,ગુરુ શિષ્ય ,પરિવાર, સ્વચ્છતા ,દોસ્તી ,જીવન ,પુરાની યાદે ,સમય ,નારી શક્તિ ,હાસ્ય, આરોગ્યમ ,ઉત્સવ ,માતૃભૂમિ, જલ અને વિવિધતામાં એકતા વગેરે નૃત્ય દ્વારા પ્રેક્ષકોના દિલ જીતી લીધેલ આમાં મૂલ્યકુંભ શીર્ષક ને નૃત્યમાં વણીને એક નવીન પ્રયોગ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ચીલાચાલુ વાર્ષિકોત્સવના સ્થાને ઉત્તમ ગુણવત્તા સભર કાર્યક્રમનું દર્શન કરાવેલ .જેનું સફળ દિગ્દર્શન કોરિયોગ્રાફી નૃત્ય દિગ્દર્શક ડેવિડ સર, ગૌરી મેડમ , શિવાલી મેડમ અને હેતલ મેડમ દ્વારા કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાલીઓનો સાથ સહકાર અભૂતપૂર્વ રહ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રભાબેન પેશરાણા અને સીમાબેન દીક્ષિત ના માર્ગદર્શન હેઠળ ધોરણ 6 થી 11 ના પ્રતિનિધિત્વ વિદ્યાર્થીઓ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરી વિવિધ સ્ટંટ અને ક્યારેક ન જોયા હોય તેવા નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા.ત્યારબાદ શાળાના આચાર્ય અને મેનેજમેન્ટ દ્વારા શાળા પરિવાર વતી બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.











