FASTag પાસ 3000 રૂપિયામાં મળશે, જેની મદદથી તમે એક વર્ષમાં 200 મફત ટ્રિપ કરી શકો છો. : કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકારે એક ઝાટકે ફાસ્ટેગની ઝંઝટ જ ખતમ કરી નાખી છે. વાહન ચાલકો હવે એક નિશ્ચિત રકમ ભરીને આખું વર્ષ ફ્રી મુસાફરી કરી શકે છે. વાહન ચાલકોની રાહતરુપ એક મોટો નિર્ણય લેતાં કેન્દ્ર સરકારે 3000 રુપિયામાં વાર્ષિક ફાસ્ટેગ પાસ શરુ કરવાનું એલાન કર્યું છે. કેન્દ્રીયય મંત્રી નીતિન ગડકરીએ ફાસ્ટેગ વાર્ષિક પાસનું એલાન કરતાં કહ્યું કે કહ્યું કે 15 ઓગસ્ટથી લાગુ પડે તે રીતે ₹3,000 ની કિંમત FASTag પર આધારિત વાર્ષિક પાસ શરૂ થશે જેમાં એક 3000 રુપિયાનો ફાસ્ટેગ કઢાવીને કોઈ આખું વર્ષ ફ્રીમાં સફર કરી શકે છે જોકે તેની મુદત એક વર્ષની છે એટલે કે એક વર્ષ બાદ તે નવો કઢાવવો પડશે.
આ ફાસ્ટેગ વાર્ષિક પાસ મળ્યાં તારીખથી અથવા 200 યાત્રાઓ સુધી ચાલશે જે પછી નવો કઢાવવો પડશે અને તે ખાનગી વાહનો જેવા કે કાર, જીપ સહિતના બીજા વાહનો સામેલ છે.
ફાસ્ટેગ પાસ માટે આલ્કા રાજમાર્ગ યાત્રા એપ અને NHAI/MoRTH ની વેબસાઈટ પર એક અલગ લિંક ઉપલબ્ધ થશે, સાથે પ્રક્રિયા સરળ અને સુગમ થશે.



