NATIONAL

નાણા પ્રધાને સંસદમાં ન્યૂ ઈન્કમ ટેક્ષ બિલ રજૂ કર્યું. ટેક્ષ બિલ ખાલી 4 મિનિટની અંદર પાસ

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં આજે ન્યૂ ઈન્કમ ટેક્ષ બિલ 2025 રજૂ કર્યું. નવુ ટેક્ષ બિલ ખાલી 4 મિનિટની અંદર પાસ કરી દેવામાં આવ્યું. નાણામંત્રી નિર્મલા સીતારમણે બૈજયંત પાંડાની આગેવાની હેઠળની પસંદગી સમિતિની મોટાભાગની ભલામણોને સમાવિષ્ટ કરીને સુધારેલું બિલ રજૂ કર્યું. આ બિલમાં ઘણા નવા ફેરફારો કરવામાં આવ્યા છે, જેની અસર સામાન્ય કરદાતાઓ પર પણ પડશે.

સરકારે ગયા અઠવાડિયે ઈન્કમ ટેક્ષ બિલ 2025 પાછું ખેંચી લીધું હતું. આ બિલ 1961ના જૂના ઈન્કમ ટેક્ષ એક્ટ બદલવા માટે હતું. હવે 11 ઓગસ્ટના રોજ એક નવો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં બધા સૂચવેલા ફેરફારોનો સમાવેશ થાય છે જેથી સાંસદોને સ્વચ્છ અને અપડેટેડ વર્ઝન મળી શકે.

સિલેક્ટ કમિટી તરફથી ન્યૂ ઈન્કમ ટેક્ષ બિલને લઈને ઘણા બધા સુચનાઓ આપવામાં આવી. 31 સદસ્યોની સંસદીય સિલેક્ટ કમિટીએ પાછળના મહિને તેમના 4,575 પેજના વિસ્તૃત નિષ્કર્ષ રજૂ કર્યા હતા. તેની ભલામણોમાં નાના સુધારા અને 32 મહત્વપૂર્ણ સુધારાઓનો સમાવેશ થાય છે.

વ્યક્તિગત ટેક્સપેયરો માટે નિયમો બદલાયા

  • ‘ શૂન્ય’ કર કપાત પ્રમાણપત્ર – અમુક કિસ્સાઓમાં કર કપાતમાંથી મુક્તિ આપતું પ્રમાણપત્ર જારી કરવું.
  • અજાણતાં થયેલી ભૂલો માટે દંડ માફી – નાની ભૂલો માટે દંડ માફ કરવાની સુવિધા.
  • નાના કરદાતાઓ માટે મોડા ITR ફાઇલ કરવા બદલ રિફંડ – નાના કરદાતાઓ પણ મોડા રિટર્ન ફાઇલ કરવા પર રિફંડ મેળવવા માટે હકદાર છે.
  • NPA ની સ્પષ્ટ પરિભાષા – કર અને બેંકિંગ નિયમોમાં લાંબા સમયથી ચાલતા વિવાદોને ટાળવા માટે NPA ની વ્યાખ્યામાં વધુ સ્પષ્ટતાની માંગ.

    નવા Tax Bill-2025માં 1200 જોગવાઈઓ અને 900 સ્પષ્ટતાઓ દૂર કરવામાં આવી છે. બીજો મોટો ફેરફાર એ છે કે ટેક્સપેયર માટે આ બિલ અત્યાર સુધી અપનાવવામાં આવેલા ‘એસેસમેન્ટ વર્ષ’ અને ‘પ્રીવિયસ વર્ષ’ની અવધારણાને એક યૂનિફાઈડ ‘ટેક્સ વર્ષ એટલે કે કર વર્ષ’ સાથે બદલવાનો પ્રસ્તાવ છે. નોંધનીય છે કે, પાછલા વર્ષની આવક પર કર ચુકવણી એસેસમેન્ટ વર્ષમાં કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, 2023-24માં કમાયેલી આવક પર 2024-25માં કર લગાવવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!