NATIONAL

મહારાષ્ટ્રમાં વિમાન દુર્ઘટનામાં ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચના મૃત્યુ

મહારાષ્ટ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાયાની માહિતી સામે આવી છે. અહીં બારામતીમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થઇ ગયું છે. આ દુર્ઘટના લેન્ડિંગ સમયે સર્જાઈ હોવાની જાણકારી છે. મળતી માહિતી અનુસાર આ વિમાનમાં અજિત પવાર હાજર પણ હાજર હતા. ડીજીસીએના અહેવાલો અનુસાર અજિત પવાર સહિત 5 લોકોનું નિધન થઈ ગયું છે. વિમાનમાં અજિત પવાર સહિત બે પાઇલટ, 1 ક્રૂ મેમ્બર અને 1 અન્ય વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ સાથે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે અમને આશા હતી કે અજિત પવાર રાજકારણમાં લાંબી ઈનિંગ રમશે પણ એવું ના થયું. આ ઘટનાને લઈને સમગ્ર મહારાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સુધી રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન મોદીએ શરદ પવાર જોડે વાતચીત કરીને તેમને સાંત્વના આપી હતી. આ સાથે અજિત પવારની આવતીકાલે 11 વાગ્યે અંતિમવિધિ કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો. 

આ ઘટના પછી પોલીસ અને તપાસ એજન્સીઓના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. જો કે, મૃતદેહો ક્ષતવિક્ષત થઈ ગયા હોવાથી ઓળખ કરવી મુશ્કેલ હતી. આ સ્થિતિમાં અજિત પવારની ઓળખ કપડાં અને ઘડિયાળ પરથી કરાઈ હતી.

બારામતીમાં ક્રેશ થયેલું વિમાન લિયરજેટ 45 (Learjet 45) હતું, જેનું વજન 9,752 કિલો હતું. આ દુર્ઘટના વખતે વિમાનનું સુકાન ફર્સ્ટ ઓફિસર કેપ્ટન શાંભવી પાઠક પાસે હતું. શાંભવી પાઠક ઉડ્ડયન ક્ષેત્રે બહોળો અનુભવ અને તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા હતા. શાંભવી પાઠકે પ્રારંભિક શિક્ષણ દિલ્હીની પ્રતિષ્ઠિત ‘એરફોર્સ બાલ ભારતી સ્કૂલ’માંથી કર્યો હતો. આકાશમાં ઉડવાનું સપનું સેવનાર શાંભવી પાઠકે મુંબઈ યુનિવર્સિટીમાંથી એરોનોટિક્સ/એવિએશન/એરોસ્પેસ સાયન્સ અને ટેકનોલોજીમાં બી.એસસી. ડિગ્રી હાંસલ કરી હતી. ત્યાર પછી પાયલોટ બનવા ખાસ તાલીમ લેવા ‘ન્યૂઝીલેન્ડ ઇન્ટરનેશનલ કોમર્શિયલ પાયલોટ એકેડેમી’માંથી વ્યવસાયિક તાલીમ લીધી હતી. આ દુર્ઘટના બાદ ઉડ્ડયન જગત અને શાંભવી પાઠકના પરિવારમાં પણ શોકની લહેર પ્રસરી ગઈ છે. હાલ તપાસ એજન્સીઓ આ અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે પ્રયત્નશીલ છે.

આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કેપ્ટન સુમિત કપૂર (પાઇલટ-ઇન-કમાન્ડ), કેપ્ટન શામ્ભવી પાઠક (ફર્સ્ટ ઓફિસર), વિદીપ જાધવ (પર્સનલ સિક્યુરિટી ઓફિસર) અને પિંકી માલી (ફ્લાઈટ એટેન્ડન્ટ) એમ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે.

Back to top button
error: Content is protected !!