GUJARATJAMNAGAR CITY/ TALUKO

ઇટ્રા-નાણાથી વધુ નિયતની જરૂર-part4

જામનગરની N.I.I.-ITRAથી દેશ-વિદેશમાં આયુર્વેદનો વ્યાપ કેટલો વધ્યો??પાંચ વર્ષમાં ત્રણ ડાયરેક્ટર આવ્યા….!!!

જામનગર (ભરત ભોગાયતા)

 

સૌથી પહેલા શરૂઆતમાં એક પ્રશ્ર્ન…….

ડી.કે.વી.કોલેજ સર્કલ ધન્વંતરી મંદિર તરફના ગેઇટમાંથી પ્રવેશ કરો અને ગુરૂદ્વારા રોડ ઉપરના ગેઇટથી બહાર નીકળો ત્યા સુધીમાં આપણા પ્રાચીન શાસ્ર આયુર્વેદનુ આ રાષ્ટ્રીય મહત્વ ધરાવતુ સંસ્થાન છે તેવો અનુભવ થાય છે ખરો??

બીજી વાત

કદાચ સૌ ને ખબર હશે કે આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસ જેમાં મહા વિદ્યાલય પી.જી. સેન્ટર ચિકિત્સાલય પી.જી.સંલગ્ન હોસ્પીટલ પી.જી.નુ નવુ ભવન લાયબ્રેરી ફાર્મસી ગેસ્ટ હાઉસ હોસ્ટેલ્સ ક્વાર્ટર વગેરે જ્યા છે તેમા આ કેમ્પસમાં “ઇટ્રા” નામની સંસ્થા કાર્યરત થઇ છે
હવે આ સમગ્ર ૬૪ એકરનું કેમ્પસ શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટીનું છે
તેના આયુર્વેદ યુનિવર્સિટી સાથે લીઝ છે તો કાયદેસર રીતે ઇટ્રાનુ કેમ્પસ ન જ ગણાય ને?? તો ઇટ્રા શા માટે શ્રી ગુલાબકુંવરબા આયુ.સોસા.સાથે લીઝ કરતુ નથી?? એ તો ઠીક લીઝ કરવા ને બદલે કેમ્પસના તમામ બીલ્ડીંગ અને કેમ્પસનો કબજો “ઇટ્રા” એ ૨૦૨૧થી જ શા માટે અને ક્યા આધારે લીધો??

_______હવે મુળવાત……

૨૦૧૯માં સૌ પ્રથમ વખત “ઇટ્રા”( ઇનસ્ટીટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ)ની જાહેરાત થઇ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇમ્પોર્ટન્સ(N.I.I.) એવી આ સંસ્થામાં આયુર્વેદ યુનિવર્સિટી હસ્તગત અને આ કેમ્પસમાં કાર્યરત ટુંકમાં પીજી. ……ઇન્સ્ટીટ્યુટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચીંગ રીસર્ચ એન્ડ એનાલીસીસ,શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય ,ફાર્મસી ઇન્સ્ટીટ્યુટ(ફાર્મસી –ઔષધ શાળા સહિત) ને સંયુક્ત કરી ઇટ્રા બનાવ્યુ હતુ જેનો વિધિવત એક્ટ ૨૦૨૧માં અમલમાં આવ્યો

જેનો હેતુ…………….

—આયુર્વેદનુ વધુ સાયન્ટીફીક શિક્ષણ

—-વિશ્ર્વ કક્ષાનું સાયન્ટીફીક સંશોધન

—વૈશ્ર્વીક પ્રચાર અને માન્યતા

—પરંપરાગત શાસ્રની જાળવણી

—શાસ્રગત સંશોધન કરી દરેક શ્ર્લોકની સમજણ શબ્દાર્થ ભાવાર્થ ગુઢાર્થને વિદ્યાર્થીઓ સંશોધકો સમક્ષ મુકી તેના ડોક્યુમેન્ટેશન કરવા

—ઔષધીય વનસ્પતિના વ્યાપ વધારવો…તેની ઓળખ અને ઉપયોગ શાસ્ર સમ્મત રીતે જાળવવી,ઉપયોગ કરવો,પરીણામોના ડોક્યુમેન્ટેશન કરવા,પરીણામો લોકોના ઉપયોગમાં મુકવા,વૈશ્ર્વીક ફલક ઉપર ઔષધોની ઓળખ અને સન્માન અપાવવા

…………વગેરેનો આમુળ હેતુમાં સમાવેશ થાય છે

>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>પરંતુ જો…………………
પ્રાકૃત વાતાવરણ,હકારાત્મકતાનો ફેલાવો ,સમર્પિતતાનો માહોલ,શાસ્ર આદરની નિષ્ઠા,રાષ્ટ્રની પરંપરાના જતન માટેનું ગૌરવ…….આ દરેક વણકહ્યા સિદ્ધાંત છે જેનુ પાલન ફરજીયાત છે જો તેમ નહી થાય તો ગ્રાંટ ગમે તેટલીખર્ચાય તો પણ આયુર્વેદના ઠોસ શોધ-સંશોધન-પ્રચાર સિવાયનુ બધું જ થશે પરંતુ કેન્દ્ર સરકારનો હેતુ સિદ્ધ નહી થાય…….આ કરૂણ વાસ્તવિકતા સ્વીકારવી પડશે…..એટલે કહ્યુ છે નાણાથીય વધુ જરૂર નિયતની છે……!!!! …નથી……?????

#####હવે ઉપર છલ્લી રીતે જે વધુ અગત્યનુ છે તે પહેલા જોઇએ તો……….

@@પાંચ વર્ષમાં ત્રણ ડાયરેક્ટર આવ્યા એટલે કે એક ડાયરેક્ટરે જ પ્રથમ પાંચ વર્ષની ટર્મ જ પુરી નથી કરી તો સાતત્યતા ક્યાંથી જળવાય?? ન જ જળવાય…..હો

@@મહત્વની પોસ્ટ આઉટ સોર્સથી……કેન્દ્ર સરકારનુ છે માટે પગાર સ્લેબ ઉંચા હોય…….તો શું કરાય?? મામકાઓની ભરતી કરોને…….ભરતી કરૂ પાંચ પચ્ચીસ અરે……કરોને પચા…સાંઇઠ……..મહત્વની જવાબદારીઓ મહત્વના કોન્ટ્રાક્ટ મહત્વના શિક્ષણ વગેરેમાંથી પચીસ થી ત્રીસ ટકા તો આઉટસોર્સથી ચાલે છે………તેઓ આન્સરેબલ કેટલા??

@@કેમ્પસ રળીયામણુ બનાવવાને બદલે ઉઝાડવા માટે કરોડોના ખર્ચા અને રખેવાળ “રણચાહક”….આમાં હરીયાળીના ઝરણાં ક્યાંથી ફુટશે

@@ અત્યાર સુધી ૨૫૦ કરોડ રૂપીયા પગાર ભથ્થામાં ખર્ચાણા અને ૨૬૦ થી ૩૦૦ કરોડ ડેવલપમેન્ટમાં ગયા જેમાં સીવીલ વર્ક, સાધન ખરીદી, નવીનીકરણ, મેન્ટેનન્સ, આવશ્યક સેવાઓ, આગતાસ્વાગતા, બંગલાઓની સજ્જતા, આધુનિક વાહનો ……વગેરે વગેરે ખર્ચ થયા હા વીસ ટકા જેવો ખર્ચ સંશોધન શિક્ષણ વગેરે માં થયો…..પણ જે પહેલાના IPGT&RA માં થતો તો એ જ ઢબથી……વધુ સાયન્ટીફીક શિક્ષણ અને સંશોધન માટે નહી કેમકે ઋતુ,વય,અવસ્થા,વનસ્પતિ,પ્રકૃતિ,વિકૃતિ,વનસ્પતિય ઔષધો,આહાર,વિહાર,ઔષધ નિર્માણ…..વગેરે આયુર્વેદ ટેક્સ્ટને વળગીને સંપુર્ણપણે કરાય તો જ સાયન્ટીફીક થાયને નહિતો મિથ્યાયોગ થાય અને મિથ્યાયોગથી સંયોગ ન સર્જાય….વિસંગતતા સર્જાય અને વિસંગતતા દરવાજાવાળા કબાટમાં ધરબાય જાય……..હા વરસે…….હવે ૧૨૫ થી ૧૪૦ કરોડ ખર્ચાય છે જે પીજી વખતે ૩૮ થી ૫૮ કરોડ અને અન્ય જે ઉમેરાઇ છે તેના બંને ના મળીને ૮ થી ૨૮ એટલે કે મહતમ ૮૦ કરોડ સામે ૮૦ ટકા ખર્ચ વધ્યો પરંતુ પાંચ વર્ષની ફલશ્રુતિ શું?? ઇવન જામનગરમાં પણ નાગરીકો જાણતા નથી કે શું સંશોધન એસ્ટાબ્લીશ થયુ?? શું વધુ સાયન્ટીફીક થયુ??કેમ ડાયરેક્ટર ટકતા નથી??

@@વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તો “ઇટ્રા” પહેલાનુ અહી સંશોધન કરે છે

WHO ૨૦૧૩ થી અહી આયુ યુનિમાં સંશોધન કરે છે ઇટ્રાના લીધે નહી હો?? હા( ઇટ્રા ૨૦૨૧થી અમલમાં આવ્યુ અને ઇટ્રાના એક અહેવાલમાં જ સંશોધન પ્રકરણમાં લખ્યુ છે) હવે ૨૦૧૩થી ચાર વર્ષ માટે સંશોધન વ્હુ એ કર્યુ બાદમાં ચાર વર્ષ વધારી ૨૦૨૧ સુધી કર્યુ બાદમાં ફરી ચાર વર્ષ વધારી આ વર્ષ ૨૦૨૫ પુર્ણ થાય ત્યા સુધી WHO સંશોધન કરશે શેનું?? આયુર્વેદીક સીસ્ટમ્સ ઓફ મેડીસીનનુ ટ્રેડીશનલ મેડીસીન તરીકે…….હવે બાર વરસમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ આયુર્વેદ કેમ્પસમાં શું સંશોધન કર્યુ તે વાત જામનગર ની જનતાને ઇટ્રા અને કાં તો ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જણાવે તો ખબર પડે……

 

@@ આયુર્વેદ માન્યતા કેટલા દેશોમાં??

ગુગલ મુજબ વિશ્ર્વના મુખ્ય ૧૯૪ દેશ છે તેમાંથી અમુક જુજ જ દેશોમાં આયુર્વેદ એક ટ્રેડીશનલ ટ્રીટમેન્ટ સીસ્ટમ તરીકે માન્ય છેNepal, Bangladesh, Pakistan, Sri-Lanka, UAE, Colombia, Malaysia, Switzerland, South Africa, Cuba, Tanzania. Romania, Hungary, Latvia, Serbia and Slovenia આટલા દેશોમાં આયુર્વેદ ચિકિત્સા માન્ય છે
આપણે વિશ્ર્વગુરૂ બનવાના છીએ પણ ઇટ્રા એ પાંચ વર્ષમા એક પણ દેશનો આ યાદીમાં ઉમેરો નથી કર્યો તો પછી શેનું “વધુ સાયન્ટીફીક રીસર્ચ”(હેતુ મુજબ)

@@_____અમુક વિષયમાં પીએચડી નહી થઇ શકાય ….”ઇટ્રા” માં…..!!(પ્રથમ એન્યુઅલ રીપોર્ટમાં જ શિક્ષણ સંશોધન વિભાગમાં લખ્યુ છે)

તમારે ઇટ્રામાં રહી ઔષધીય વનસ્પતિ ઉપર પીએચડી કરવુ છે?? તો નહી થાય……ગાઇડ નથી……આવા મહત્વના અમુક રસ,અમુક રસાયણ, અમુક પ્રકૃતિગત વ્યાધી…અમુક હસ્તપ્રત ગત સંશોધન …..વગેરે વિષય ઉપર પીએચડી થવાની સુવિધા નથી…..!! નેશનલ.ઇમ્પોર્ટન્સ ધરાવતી આ સંસ્થામાં અને વૈશ્ર્વીક પ્રચાર અને આયુર્વેદ પ્રસ્થાપિત કરવાની જવાબદારી વાળી સંસ્થામા અમુક હાર્દ સમાન વિષય ઉપત પીએચડી થવાની સુવિધાઓ નથી…….તો શેનુ ઇમ્પોર્ટન્સ,શેનું વધુ સાયન્ટીફીક વિઝન અને શેના રૂડા રૂપાળા માત્ર શબ્દોના જંગલ જેવા રીપોર્ટસ…..????????
_________

>>>ખાસ વાત…….શાસ્ર મહતાની

આયુર્વેદશાસ્ર મુજબ અમુક વનસ્પતિ,અમુક ફળઅમુક છોડના રસના ત્વરીત રીઝલ્ટ છે તેમ નિષ્ણાંતોએ આ લખનારને જણાવ્યુ છે અમુક કાષ્ટ ઔષધી હથેળીમાં રાખવા માત્ર થી પરીણામ આપે છે,અમુક વનસ્પતિના પાન કે ફુલ સુંઘવા માત્રથી પરીણામ બતાવે છે અમુક વૃક્ષની સમીપ રહેવાથી શ્ર્વાસોશ્ર્વાસ દ્વારા શરીરને નવજીવન મળે છે અમુક ડાળખી આજુબાજુ રાખવા માત્રથી ફાયદો થાય છે……..વગેરે…..વગેરે……તો સૌ પ્રથમ તો સ્પીડી રીઝલ્ટ ઓરીએન્ટેડ પાસાઓ જે આયુર્વેદ શાસ્રના છે તેને એસ્ટાબ્લીશ કરવા ઇટ્રા માથી ક્યો સમુહ જહેમત ઉઠાવે છે??

____________
શરમકરો……પ્રકૃતિ પરીક્ષણને અધ્યયન નહી ટારગેટ ગણ્યા…..!! અને ipgt&ra થી અલગ શું થયુ??

પ્રકૃતિ પરીક્ષણ માટે ગાજવા છતા,ઢોલ વગાડવા છતા જામનગરની આયુર્વેદ ક્ષેત્રની આયુષ મંત્રાલય હેઠળની આ નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતી સંસ્થા ઇટ્રા પ્રથમ કેમ ન આવી?? આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિથી સારવારમાં પ્રકૃતિ પરીક્ષણ તો પ્રથમ છે તો પણ તે માટે સમર્પિતતાથી અભ્યાસ કરવાના બદલે કોક કંપનીના સેલ્સના ટાર્ગેટની જેમ વ્યક્તિઓને પુછવાના સવાલોના જવાબ લખવામાં અમુક નહી ઘણી સંખ્યામાં ટીકાપાત્ર રીતે “સ્વયં ખાના ભરવામાં આવ્યા” માત્ર નામ ઉંમર પુછી બાકીનુ બધુ જ મન ફાવે તેમખાના કોલમ ભરી પ્રકૃતિ પરીક્ષણ done દર્શાવ્યુ…….!! કરૂણતા…..દુ:ખની વાત…….!!

જો ઓપીડી પેશન્ટના રેકોર્ડ ઉપરથી જ સંશોધન કર્યાનો સંતોષ લેવાનો હોય તો પચાસ વરસથી પીજી સેન્ટરમાં એટલે કે I.P.G.T.&R.A. માં એ થતુ જ રહ્યુ હતુ ને?? અને વિશ્ર્વની પ્રાચીન યુનિવર્સિટી એવી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સિવાય વધુ સાયન્ટીફ સંશોધન અને શિક્ષણ ક્ષેત્રે પ્રદાન કોણ કરી શકે??(જે ઇટ્રા નો મુળભૂત હેતુ છે) અને હે ઇટ્રા વાળાઓતમે નવુ શું કર્યુ?? તમે બધા જ મુળ તો આયુર્વેદ યુનિવર્સિટીના જુદા જુદા અખાડાઓ સોરી વિભાગોમાં જ કાર્યરત રહેલા લોકો છોવ તો તમે નવુ શું કરશો?? ક્યારે કરશો?? તમે આયુર્વેદીક ઔષધના ફાર્મોકોપીયા લેટેસ્ટ પરીપ્રેક્ષ્યમાં  બનાવી વિશ્ર્વસ્તરે સ્વીકૃતિ અપાવી શકો તેમ છોવ?? આયુર્વેદીક સારવાર પ્રાકૃત માહોલમાં ન થાય તો બંધીયાર કે એસી રૂમના ડેટા કેટલા કામ આવશે ??અને તમે ઔષધોના નિર્માણમાં માત્રા,ભાવ,ઉષ્મા,શીતળતા,નક્ષત્ર,મંત્ર,યોગ,ઉત્તમ સમય …… વગેરેના સમન્વય નથી કરતા તો આ ચિકિત્સા પદ્ધતિને અન્યાય નથી કરતા?? શાસ્ર આદેશ સાથે છેડછાડ નથી કરતા?? તો પછી તમે આપણી પ્રાચીન અસરકારક સંપુર્ણ ચિકિત્સા શાસ્રની સેવા,શિક્ષણ,સંશોધન,જાળવણી માટે પાત્ર છોવ?? આત્મ મંથન કરો……અને જો નિયત હશે તો બધુ જ થશે……શાસ્ર જાળવવા દ્રઢ નિશ્ર્ચય,નિષ્ઠા અને નિયતની જરૂર છે.

____સાવ અરીસો જોઇ લો….અને ગર્વથી કહી શકાય તો પાંચ વર્ષની ફલશ્રુતિ ગણાવો……કેમકે આપણે એ શાસનકાળમાં છીએ જ્યા સો -સો દિવસની સિદ્ધીઓના ગાન દહાડાઓ સુધી ગવાય છે…..તો કદમ મિલાવો…..અને નીચેની વાતને અન્યથા ન લઇ ચિંતન કરો……॥॥॥…..

ઇટ્રા થયા પહેલા પણ આયુર્વેદના શિક્ષણ ,સંશોધન,તાલીમ નો હેતુ ગુજરાત આયુર્વેદ યુનિ.નો હતો,ipgt&ra નો હતો અને ઇટ્રાનો એ જ હેતુ છે પણ એમ કહે છે કે “વધુ સાયન્ટીફીક રીતે અને સ્ટાન્ડર્ડ સાથે શિક્ષણ સંશોધન કરીશું”……તો તમે બધા તો એ જ છોવ….અને ૨૦૨૦થી ખર્ચા અને ભરતીને જ પ્રાધાન્ય આપ્યુ છે જે કામ કરે છે એ કેડર ipgt&ra  માં મેથડ હતી તે રીતે જ ઓપીડી ડોક્યુમેન્ટેશન સ્ટુડન્ટ ગાઇડન્સ વગેરે થાય છે અને ગુલાબકુંવરબા મહાવિદ્યાલયમાં મેથડ હતી તે જ મેથડની રીતે  મહદઅંશે શિક્ષણ અપાય છે પ્રયોગો કરાવાય છે ને સુકાઇ ગયેલી વનસ્પતિઓ બતાવાય છે………તમે નવુ શું કર્યુ?? પાંચ વરસમાં?? જણાવો તો એ પ્રસિદ્ધ કરીએ……સાયન્ટીફીક મેથડ માટે નેશનલ લેવલે કોઇ ફોર્મ્યુલા નક્કી કરી છે?? આયુર્વેદ ઔષધોનો ફાર્મોકોપીયા વર્લ્ડ કક્ષાનો બનાવ્યો છે?? આયુર્વેદ પ્રોસીજરને ફીઝીયોલોજીકલ ઇફેક્ટસ અને આસ્પેક્ટસ સાથે who  સાથે સ્ટાન્ડર્ડાઇઝેશન રીતે આતુરના ડેટાઓનુ તે માટેનુ સંકલન કરી ડોક્યુમેન્ટેશન વિશ્ર્વ સમક્ષમુક્યુ છે કે એપ્રુવ કરાવવા તરતુ મુક્યુ છે?? આયુર્વેદના દેશ વિદેશના વિદ્વાનોની કોર કમીટી બનાવી છે? કે જે શાસ્ર અને સાંપ્રત બંનેનો સમન્વય કરી આપે……તેવુ કંઇ કરી પાંચ વરસમાં જુની ઘરેડમાંથી બહાર આવ્યા?? જે હેતુ છે કેન્દ્ર સરકારનો,પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો…..તે સિદ્ધ થયો?? પાંચ વરસમાં થોડોક પણ થયો?? કેમકે પબ્લીકને જાણકારી નથી કે ઇટ્રા માં વિશેષ શું છે અરે અનેક સ્ટુડન્ટસ પણ ચકરાવે ચડે છે ને અમુક ગુરૂજનો પણ કાં તો સુઝકો ગોતે છે અમુક તેના ગ્રેડ અને કાયમીપણાના કાગળીયામાં વ્યસ્ત છે અમુક ખર્ચ ક્યા કરી શકાય કે જેથી ખર્ચ કરવાના ફાયદાઓ કે લાભ મળતા રહે તો અમુક વહીવટી સ્ટાફ કોન્ટ્રાક્ટ આપવા કે અપાવવા, ગ્રાંટ પુરી કરવી, આઉટસોર્સના આવનજાવન કરાવવા વગેરેમાં વ્યસ્ત છે તો પછી વિશ્ર્વ ફલક  ઉપર વડાપ્રધાન મોદી સાહેબને આયુર્વેદને લઇ જઇ વિશ્ર્વગુરૂ બનવાનુ છે તો પાંચ વરસમાં આયુર્વેદ સ્વીકારનારા/ માન્યતા આપવા વાળા દેશ વધ્યા નહી ને ૨૦૧૩થી સંશોધન કરતી WHO ની ટીમ હવે વરસો બાદ  ઇટ્રાના સહયોગથી,ભલે ટ્રેડીશનલ મેડીસીનના નામથી…….,પણ કંઇ કનક્લુઝન ઉપર આવી?? તે જણાવો સૌ ને……માત્ર અહોરૂપમ અહોધ્વનિથી….હેતુ સિદ્ધ નહી થાય ……જવાબદારીઓ ફીક્સ કરી બાકી રહેતા શિક્ષણ અને સંશોધન ક્ષેત્રના સૌ સાથે મળીને ચાલશે-વિચારશે તો વલપણાથીનવનીત નીકળશે કેમકે વરસોથી તમે બધા આ કરો જ છો ને?? અમુક એ એ સિવાય નુ બધુ જ કર્યુ હશે તે નજર અંદાજ કરી હાલની ટીમએ ઇટ્રામાંથી મળવાપાત્ર ન્યાયીકલાભ સિવાયના લાભમાં માથુ મારવાને બદલે સમર્પિતતાની જરૂર છે…..નહી તો વરસોથી રૂટીન ચાલે જ છે કોક વાર છમકલાની જેમ એકાદ સંશોધનના ઢોલ વગાડી દેવાય એવુ પણ થઇ શકે…..પરંતુ પાંચ પાંચ વરસમાં આવો ઢોલ વાગ્યો નહી વિશ્ર્વની નજર પડી નહી વ્યાપ વધ્યો નહિ….ને પ્રધાનમંત્રીની પ્રતિક્ષા શત પ્રતિશત તો પુરી થઇ જ નહી ને??

 

 

>>>>>ગુગલી……(ન સમજાય તોક્લીન બોલ્ડ)
બહુ અગત્યની વાત________ટીકા તો થાય….હકારાત્મક લો ને કાં તો સુધરી જાવ…..નહી તો ભાવિમાં ઘણુ વિલિન થવાનું જ છે….માટે ઓપન માઇન્ડથી ખામીઓ સ્વીકારો –છુપાવો નહી…..

આપણે સૌ સમજી શકીએ છીએ કે લોકશાહીમાં ટીકા સરકારની પણ મુક્ત રીતે થઇ શકે છે અને સરકાર તે ટીકાઓને સુચન તરીકે લે છે તેવી જ રીતે માધ્યમો એ ચોથી જાગીર ચોથો સ્તંભ છે,ન્યાય પ્રણાલી,કારોબારી,સંસદ અને મીડીયાને લોકશાહીના ચાર સ્તંભ કહ્યા છે ત્યારે જેમ બોલાયેલા શબ્દોનો નાશ નથી થતો તેમ લખાયેલા અહેવાલ ક્યારેય ફેલ નથી જતા……ઇટ્રાના તાજેતરમાં રાજ્ય કક્ષાના અખબારોમાં ટીકત્મક અને સનસનીખેજ અહેવાલ છપાયા તે ખરેખર સ્થાનીક કક્ષાના માધ્યમોમાં મહીનાઓથી લખાતુ હતુ તેની જ ફલશ્રુતિ જ છે અને હવે રાજ્ય કક્ષાના માધ્યમોનું ધ્યાન પડી ગયુ તેમ હવે રાષ્ટ્રીય કક્ષાના માધ્યમોમાં આવી ટીકાત્મક બાબતો પહોંચતા વાર નહી લાગે…….માત્ર આ એકજ ન્યુઝ પોર્ટલની વાત કરીએ તો પ્રથમ તબક્કામાં જ છ હજાર વોટસએપ દ્વારા પહોંચે તેમાંથી આયુર્વેદ ક્ષેત્ર લગત એકાદ હજાર લોકો સુધી પહોંચે અને ત્યાંથી અલગ અલગ રૂચી ધરાવનારમાં પહોંચે……….વાર લાગે પણ પહોંચે ચોક્કસ…….અને ક્યારેય ન વિચારવુ કે “આનુ શું આવે??” કે ” આ લખે તો આપણે કઇ ફેર ન પડે”………કેમકે આ લખનારે વીજીલન્સ વિભાગની ફાઇલોમાં ફેલાવો ધરાવતા કે નધરાવતા બધા જ પ્રકારના ન્યુઝપેપરના કટીંગ જોયેલા છે જેમાં ગેરરીતીઓ વગેરે અહેવાલો હોય …..અને અમુક વરસ પછી એ દિશામાં તપાસ થયાના અહેવાલ પણ આ લખનારે લખ્યા છે અને અમુકના તપેલા ચઢ્યાનું ૨૬ વરસના આ ક્ષેત્રના અનુભવમાં લખવાનુ થયુ છે…..માટે ગેરરીતિ કરનારા બીલાડીની જેમ દૂધ પીવે છે બિલાડી દૂધ પીવે ત્યારે આંખ મીચી જાય…..એટલે એને એમ થાય કે કોઇ જોતુ નથી……અરે ભલામાણસ જુએ છે બધા માટે તેવુ કરનાર હોય     તેમને ચેતી જવાની જરૂર છે નહી તો ભાવિના ગર્ભમાં શું છુપાયુ હશે તે કહી ન શકાય…..અને આફતની.પસ્તાળ પડે ને ત્યારે સંબંધ ગમે તેટલા લાગણી ભીના  હોય કામ ન આવે ,તે લોકો કિનારો કરી લેતા હોય છે અને જે જે અધીકારીઓ ઉપર પસ્તાળ પડી છે તે હિસ્ટ્રી જોઇ લો…..તે લોકોએ તેમના ઉપરી…..છે…..ક ઉપરીઓ…..લાગુ પડતા નેતાઓ બધા જ ને ધરાવ્યા હતા…..છતા દરોડા-તપાસ-આકરા પગલા-સસ્પેન્શન-ડીસમીસ ( સાથે બદનામી ફ્રી)વગેરે એક્શન કોઇ ટાળી શકવા મદદે નથી આવ્યા ને ન જ આવે……તમારો બોસ કહેતો હોય કે “હું બેઠો છુ” એ કામ કઢાવવા કે કોઇ વ્યક્તિગત ઇચ્છા સંતોષાતી હોય ત્યાં સુધી જ એવુ કહે પણ માથે આવી પડેને ત્યારે “હું બેઠો છું” એમ કહેનાર જ પહેલો પલાયન થઇ જાય માટે કોઇ વહેમ પાળવા જ નહી…..ભારતમાં બધુ જ શક્ય છે…..અને ખાસ .નિષ્ઠા નેવે મુકીએ તો સમીક્ષા કરવી પડે કે આનુ શું આવે?? એના બદલે આત્માની સાક્ષીએ ફરજ બજાવો તો “આનુ શું આવે?” એમ બોલવુ નહી પડે કેમકે નિષ્ઠાવાન ફરજ સામે ગમે તેટલી કોઇ ધુળ ઉડાડે તો ય કોઇનું કંઇ ન આવે   નિષ્ઠાથી કામ કરીએ તો એ કર્મ જ શક્તિ બને છે

બાકી સતાનો દુરૂપયોગ કરીએ તો કોઇ બે પાંચ અધીકારી કે કોઇ બે પાંચ શાસકપક્ષ વાળા ઓળખતા હોય તો આફત વખતે મદદ  ન  કરી શકે અને હા કંઇક ગેરરીતિ કરીએ ને તો એ લીસોટો કેડો નથી મુકતો…..કોઇ ભૂતકાળ ખંખોળો ગેરરીતિનો લીસોટો નજર સામે તરશે અને એ ગેરરીતી ગળાનો ફાસલો બન્યો હોય ત્યારે તેમાંથી આપણે કેમ બચીને ભાગ્યા હતા….?? તે વિચારી એક તક કુદરતે આપી તો હવે સુધરી જવાય(અડધો ડઝન જેટલા આયુર્વેદ યુનિવર્સિટીના જે ઇટ્રામાં ભળ્યા છે તેમના વિષે કંઇકને કંઇક લખાયુ છે જ અને હજુય લખાતુ રહેશે કેમકે તેમણે તેમની “દૂધ પીવાની ટેવ નથી છોડી” સંસ્થાગત નાણાકીય ચલણ અને બીજુ જે દૂષણ વ્યાપ્ત છે તે ચલણ  બે દુષણો વર્જ્ય છે તેમાંય આયુર્વેદ શાસ્રમાં આહાર વિહારની જેમ યમ નિયમપાલન આદેશ છે જ  માટે સંયમ  જો સંચાલકોમાથી જ અમુક  નહી પાળે તો સંસ્થાગત “પ્રગતિ” નુ “વિરૂદ્ધાર્થી” “કંઇક” બની શકે છે માટે કહ્યુછે કે …….”ઇટ્રા”ને સાચા અર્થમાં સાર્થક કરવા, “નાણા” (પછી…..પહેલા) નિયત જરૂરી છે

>>>>>નો બોલ

એક સમજુતિ હતી કે જે સંસ્થાઓ ઇટ્રામાં ભળે તે સંસ્થાઓના સ્ટાફ એઝ ઇટ ઇઝ ઇટ્રામાં સમાવવાના જોકે પગારધોરણ જુનો ચાલુ રહે થોડો સમય બાદમાં ગ્રેડ અંગે કમીટી કે ગવર્નિંગ બોડી નિર્ણય લે…..વગેરે…..પણ મધલાળ ભાળી ગયેલા અમુક એ ઇટ્રામાં પગાર ભથ્થા વધુ હોવાથી મુળ સંસ્થામાં રાજીનામા આપ્યા અને આઉટસોર્સથી ઇટ્રામાં જોડાયા……બાદમાં અસમંજસ થયુ અને ફરી ઇટ્રામાં જોડાઇ જવા ઉધામાં કર્યા……હવે રાજીનામાં પડે તો જગ્યા ખાલી થઇ ગણાય ને?? તો બાદમાં નિયમ મુજબ જાહેરાતો આપીઓલઓવર ઇન્સધીયામાથી ઉમેદવાર પસંદગી યોજી બાદમાં સીલેક્શન નિયમાનુસાર થાય તેમાંય રીઝર્વ જગ્યા કાયદા મુજબ રાખવાની રહે……પણ…..ઇટ્રાના મહામતિને સુઝ્યુ તે ખરૂ તેમણે એ રાજીનામા આપનાર કે અધવચ્ચે રહી ગયેલા ૪૮ કે ૫૩ જે હોય તેને ઇટ્રામાં રેગ્યુલર લઇ લીધા ભરતીકરીદીધી અને વોટસએપના માધ્યમથી સંયુક્ત ઓર્ડર મોકલી દીધા હતા હવે અનામત જગ્યાઓનુ રીઝર્વેશન ન હતુ માટે સરકારમાં અરજી થઇ કે ભરતી કરી પરંતુ એસ સી અને એસ ટી અનામતનું શું……વગેરે…..જાણવા મળ્યુ છે કે scst લગત કમીશને તપાસ હાથ ધરી છે

>>>>ઓડીટ પેરાઓ ખૂબ જ નીકળે છે શરૂઆતમા તો હિસાબોના રજીસ્ટ્રર બતાવી દેવાતા તે મુજબ હિસાબ બરાબર છેવતેમજણાવીકેગના સામાન્ય પેરઓ જેવા કે “ગ્રેચ્યુઇટી આવક ગણાય કે જાવક??” વગેરે નીકળતા હતા પરંતુ હવે તો એકાઉન્ટની સ્ટેન્ડીંગ કમીટીએ સતા ન હોવા છતા અમુક્તર્ચ મંજુર કરતા ઓડીટમાં વાંધામુદો આવ્યો છે જેની અસર હવે આગામી વર્ષની ગ્રાંટ ઉપર માઠી રીતે થનાર હોવાનુ નિષ્ણાંતોનુ અનુમાન છે

>>>તમે કર્યુ ઇ કહોને…!! ૨૦૧૫ થી આંકડા કાં લાવ્યા પ્રેઝન્ટેશન માટે??

જાન્યુઆરી ૨૦૨૪માં ઇટ્રાની ગવર્નીંગ બોડીની પ્રથમ મીટીંગ મળી હવે આ મીટીંગમાં તે વખતના ડાયરેક્ટરે વર્ષ ૨૦૧૫ થી સંશોધનના આકડા પ્રેઝન્ટ કર્યા તેમજ દરદીઓ અંગેના રેકર્ડ પણ ૨૦૧૫ના વર્ષથી રજુ કર્યા…..હવે ઇટ્રા શરૂ થયુ ૨૦૨૦-૨૦૨૧માં તો તમારી પાસે ૨૦-૨૧,૨૧-૨૨,૨૨-૨૩,૨૩-૨૪ ના વર્ષોનુ કઇ વધુ સાયન્ટીફીક દર્શાવવા જેવુ કઇ નહતુ માટે પીજીના જુના આકડાઓના સહારા લીધા?? આમ તો વધુ સાયન્ટીફ અને યુનિફોર્મ અને સ્ટાન્ડર્ડ પદ્ધતિ વિકસાવી ઇટ્રામા શિક્ષણ સંશોધન કરવાનુ છે તો પછી ઇટ્રા પહેલાના સંશોધન અને કેસ સ્ટડી મીક્સ કરશો તો તમારૂ વધુ સાયન્ટીફીક અલગ કેમપાડશો,સાયબ?? આંકડા નહિ નિયતના સરવાળા કરો તે તમને શોભા દેશે બાકી મોરની જેમકળા નકરો અને કળા કરો તો પૃષ્ઠ કવર કરો…..સાવ છતા થઇ જાવ છો…..માટે સિદ્ધાંતો અપનાવો નિયતના………નહિતો સંસ્થાઓતો ઘણી બની હજુય બનશે તમે નહી ચલાવી શકો તો કઇક નવસર્જન થશે અને સંસ્થાઓના હેતુઓ ઘણા સારા ગણાવાયા બાદમાં આંતરીક જુથવાદ અને બખેડા અને નાણાના પાણી કરાતા રહેશે તેમજ બિનલાયકાતી લોકોને કહેવાશે કે “કમાઇ લો” અને ” મને પણ કમાવી દો” ……તો સમજી લેજો આ પંચનો પૈસો છે તમે વેડફશો તો જેમ અન્નઅપમાનથી અન્ન ને અને દાતને વેર થાય છે તેવુ જ કઇક વેડફનારની સંપતિ સાથે ન થાય તે જો જો……નિયતની વધુ જરૂર છે.

********હવે ઇટ્રા અંગેના આ પહેલાના વખતોવખત પ્રસિદ્ધ કરેલા નાના મોટા  અહેવાલોમાંથી  અમુકના સ્ક્રીનશોટ નીચે જોઇએ…..
અને હા
નીચે જણાવેલા સ્ક્રીનશોટના કન્ટેન્ટમાં કંઇ અપડેટ વિષે કોઇ લગત લોકો જણાવશે તો આગામી part-5 માં તે અપડેશન કરી લેવાશે

 

______________________

અને

હવે સાદર નોંધ લેવી પડે તેવો એક અહેવાલ નીચે…….

સૌજન્ય-સાભાર:::::દિવ્ય ભાસ્કર દૈનિક
_______________________

—-regards

bharat g.bhogayata

Journalist (gov.accredate)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

 

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!