ટ્રેઈની પ્લેયર સાથે ચાર કોચે સામૂહિક ગેંગરેપ કરતાં સનસનાટી મચી
એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે સોમવારે ચાર હોકી કોચની અટકાયત કરી હતી. 15 વર્ષની એક ખેલાડીએ આ કોચ પર ગંભીર આરોપ લગાવ્યા છે. ખેલાડીનું કહેવું છે કે આ કોચે તેની સાથે બળાત્કાર કર્યો હતો. પીડિતાએ FIRમાં જણાવ્યું હતું કે તે છેલ્લા બે વર્ષથી આ સેન્ટરમાં તાલીમ લઈ રહી હતી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. FIR મુજબ, આ ઘટના 3 જુલાઈની સાંજે બની હતી.
વિદ્યાર્થીનીનો આરોપ છે કે કોચિંગ સત્ર પૂર્ણ થયા પછી, બધા કોચ, જે લગભગ 30 વર્ષના છે, તેને એક લોજમાં લઈ ગયા. ત્યાં તેઓએ તેને બળજબરીથી પકડી રાખી અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ જણાવ્યું કે જ્યારે તેણીએ વિરોધ કર્યો ત્યારે તેણીને માર મારવામાં આવ્યો. તેણીને ધમકી આપવામાં આવી હતી કે જો તેણી આ વિશે કોઈને કહેશે તો તેણીને મારી નાખવામાં આવશે. પોલીસે બીએનએસ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગેંગરેપનો કેસ નોંધ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે. સોમવારે કોર્ટમાં પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. પોલીસ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે અને ટૂંક સમયમાં આગળની કાર્યવાહી કરશે.
આ ઘટનામાં જાજપુર હોકી ટ્રેનિંગ સેન્ટરના બે કોચ અને તેમનો એક સાથી સંડોવાયેલા હોવાનો આરોપ છે . સરકારી વકીલ રાજીબ મોહંતીએ જણાવ્યું હતું કે આ ઘટના 3 જુલાઈની સાંજે બની હતી. તે સમયે પીડિતા જાજપુર હોકી ટ્રેનિંગ સેન્ટરમાંથી તાલીમ લીધા પછી સાયકલ પર ઘરે જઈ રહી હતી. હોકી સેન્ટરના બે કોચ અને તેમના એક સાથીએ પીડિતાને સાયકલ રોકવા અને તેમની સાથે આવવા કહ્યું. 15 વર્ષીય પીડિતા તેમની સાથે એક લોજમાં ગઈ અને તેની સાથે રેપ કર્યો હતો.