BUSINESS

NSEના યુનિક ઈન્વેસ્ટર્સની સંખ્યા ૧૨ કરોડને પાર…!!

ભારતના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર યુનિક રોકાણકારોની સંખ્યા ૨૩ સપ્ટેમ્બરે ૧૨ કરોડથી વધુ થઈ ગઈ છે. માત્ર છેલ્લા આઠ મહિનામાં જ એક કરોડ નવા રોકાણકારો જોડાયા છે. NSEએ જણાવ્યું હતું કે આજે દર ચાર પૈકી એક રોકાણકાર મહિલા છે. ગયા જાન્યુઆરીમાં NSE પર રોકાણકારોની સંખ્યા ૧૧ કરોડને પાર થઈ હતી, જ્યારે હાલ (૨૩ સપ્ટેમ્બર) રજિસ્ટર્ડ રોકાણકારોની કુલ સંખ્યા ૨૩.૫ કરોડ થઈ ગઈ છે.

કારણ કે એક રોકાણકાર એકથી વધુ ટ્રેડિંગ મેમ્બર્સ સાથે ખાતું ખોલાવી શકે છે, એથી યુનિક રોકાણકારોની સંખ્યા અલગ ગણવામાં આવે છે. રિપોર્ટ મુજબ, NSEના ૧૨ કરોડ યુનિક રોકાણકારોની સરેરાશ ઉંમર ૩૩ વર્ષ છે, જે પાંચ વર્ષ પહેલા ૩૮ વર્ષ હતી. ઉપરાંત, ૪૦% રોકાણકારો ૩૦ વર્ષથી ઓછા વયના છે. રોકાણકારોની આ વ્યાપક હાજરી દેશના ૯૯.૮૫% પિનકોડ વિસ્તારને આવરી લે છે.

Back to top button
error: Content is protected !!