GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ કોલેજ ખાતે ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામો માટે વરસતા વરસાદે સરપંચ પદના સમર્થકો ભારે ઉત્સાહ સાથે ઉપસ્થિત.

 

તારીખ ૨૫/૦૬/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકામાં ગામ પંચાયતની ચૂંટણીમાં આ વખતે દરેક ગામડાઓમાં વિધાનસભા જેવો સર્જાયેલા માહોલ વચ્ચે તાલુકાની ૨૬ ગ્રામ પંચાયતોની જાહેર થયેલી ચૂંટણી પૈકી બે પંચાયતો સંપૂર્ણ સમરસ બની હતી અને ત્રણ ગ્રામ પંચાયતોના સરપંચ ઉમેદવાર બિનહરીફ તથા એક નેસડા ગ્રામ પંચાયતની ચૂંટણી રદ જાહેર થયા પછી ગત રવિવારે ૨૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી લડતા ૬૦ સરપંચ ઉમેદવારો અને ૩૪૫ સભ્ય ઉમેદવાર માટે સ્થાનિક સ્વરાજી ચૂંટણીમાં મતદાન સરેરાશ 82% જેટલું મતદાન કરીને દરેક ઉમેદવારોના ભાવિનો ફેંસલા માટે આજરોજ કાલોલ શહેર સ્થિત એમએમ ગાંઘી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મત ગણતરી કેન્દ્ર નજીક ગ્રામપંચાયતના દાવેદાર સરપંચ અને સભ્યો પોતપોતાના સમર્થકો સાથે ભારે ઉત્સાહ સાથે જમાવડો જોવા મળ્યો હતો ગામ પંચાયતના સરપંચ અને સભ્યો ની સીલ બંધ તમામ મતપેટીઓ સ્ટ્રોંગ રૂમમાંથી મતગણતરી હોલમાં લાવી બેલેટ પેપર વડે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જ્યાં કાલોલ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં મતગણતરીની શરૂઆતની સાથે ધોધમાર વરસાદ પણ શરૂ થઇ ગયો હતો જ્યાં વરસતા વરસાદે તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામ જેમજેમ જાહેર થતાં જીતેલા ઉમેદવારો સાથે તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ સાથે વરસતા વરસાદમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યા હતા.કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પણ ગણતરી કેન્દ્ર ખાતે આવી પહોંચ્યા હતા.કાલોલ તાલુકાની ભાદરોલી ખુદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મીનલબેન ઠાકોર સરપંચ પદ માટે મહિલા ઉમેદવાર વિજેતા થયા હતા હિંમતપુરા ગામે યુવા સરપંચ પદના ઉમેદવાર રાજેન્દ્રસિંહ રાઠોડ વિજેતા બન્યા હતા દેવપુરા ગામે અમરતબેન ચંદુભાઈ પરમાર સરપંચ તરીકે વિજેતા બન્યા હતા, ઝેરના મુવાડા ગામે વિક્રમસિંહ પ્રભાતસિંહ રાઠોડ સરપંચ તરીકે વિજેતા બન્યા હતા, અંબાલા ગામે હેમલતાબેન અશ્વિનભાઈ રાઠોડ સરપંચ તરીકે, પ્રેમિલાબેન ભુપતભાઈ નાયક કરોલી ગામે સરપંચ તરીકે ખંડેવાળ ગામે,રમીલાબેન ગણપતભાઈ પરમાર સરપંચ તરીકે, ઘોડા ગામે અતુલકુમાર વિઠલભાઈ પટેલ સરપંચ તરીકે, નેસડા ગામે પારૂલબેન અક્ષયકુમાર સોલંકી સરપંચ તરીકે, રીંછા ગામે વિજયસિંહ બળવંતસિંહ પરમાર સરપંચ તરીકે, વાછાવાડ ગામે સોનલબેન કલ્પેશકુમાર રાઠોડ સરપંચ તરીકે વિજેતા જાહેર થયા તેમના સભ્ય સાથે આ વિજય ઉત્સવને વધાવ્યો હતો.ત્યારે કડક સુરક્ષા વચ્ચે શરૂ કરાયેલી મતગણતરી શાંતિપૂર્વક રીતે અને નિષ્પક્ષ રહે તે માટે તમામ મતગણતરીના કેન્દ્રો પર કડક પોલીસ બંદોબસ્ત સાથે સુરક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવ્યો હતો જેના કારણે કોઈપણ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો આ આખી મતગણતરીની પ્રક્રિયા CCTV કેમરાની દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!