પ્રોમિસ ડે ઉજવવાને બહાને 3 દોસ્તોએ સગીરાને નશો કરાવીને કર્યો ગેંગરેપ
કોલકાતામાં પ્રોમિસ ડેના દિવસે એક ભયાનક કાંડ સામે આવ્યો છે. પ્રોમિસ ડે ઉજવવાને બહાને 3 દોસ્તોએ સગીરાને હોટલમાં બોલાવી અને નશો કરાવીને ગેંગરેપ કર્યો હતો. વેલેન્ટાઈન દિવસ પ્રેમને નામે હવસ સંતોષનો દિવસ બનતો જાય છે. પ્રોમિસ ડેના દિવસે કોલકાતામાં સગીરા સાથે દરિંદગી સામે આવી છે. કોલકાતામાં બે હેવાનોએ સગીરાને પ્રોમિસ ડે ઉજવવાને બહાને પોતાને ઘેર બોલાવી હતી. ફરિયાદ દાખલ થયાના કલાકોમાં જ ટેકનિકલ લીડ્સના આધારે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતા એક આરોપી મોહમ્મદ સરફરાઝને ઓળખતી હતી, જે તેની સાથે સંબંધ હોવાનો ડોળ કરી રહ્યો હતો. બીજા આરોપીની ઓળખ મોહમ્મદ સૈફ તરીકે થઈ છે.પોલીસે કહ્યું કે આરોપીઓએ સગીરાને પ્રોમિસ ડે ઉજવવાના બહાને પોતાના ઘેર બોલાવી હતી અને કહ્યું હતું કે આપણે બધાએ દોસ્ત બની રહેવાનું વચન લેવું જોઈએ. આ પછી નરાધમોએ તેને નશીલું ડ્રિંક આપ્યું હતું જે પીધા પછી તે બેભાન બની ગઈ અને્ ત્યાર બાદ હેવાનોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, પીડિતા બેભાન બની ત્યાં સુધી આરોપીઓ હેવાનિયત આચરતાં રહ્યાં હતા. દોસ્તોએ દુષ્કર્મનો વીડિયો પણ બનાવ્યો હતો. ભાનમાં આવી ત્યારે આરોપીએ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.