NANDODNARMADA

નર્મદા : આપ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ડેડીયાપાડા ખાતે કેજરીવાલની જંગી સભા, ભાજપ સામે મોટા આક્ષેપ

નર્મદા : આપ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ડેડીયાપાડા ખાતે કેજરીવાલની જંગી સભા, ભાજપ સામે મોટા આક્ષેપ

 

ચૈતર વસાવાએ કૌભાંડો ખુલ્લા પાડ્યા એ ભાજપને ખુચ્યું ખોટા કેસ કરીને ફસાવામાં આવ્યા : કેજરીવાલ

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલવાસ ભોગી રહ્યા છે ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે થયેલ કથિત મારામારીના બનાવ બાદ પોલીસ ફરિયાદ થઈ હતી ત્યારબાદ ચૈતર વસાવાની ધરપકડ થઈ હતી જિલ્લા અદાલતમાંથી તેઓને જામીન નહીં મળતા હાઇકોર્ટમાં જામીન માટે રાવ નાખવામાં આવી છે ત્યારે અગામી પાંચ ઓગસ્ટે તેની સુનવણી રાખવામાં આવી છે ત્યારે જેલમાં બંધ ચૈતર વસાવાના સમર્થનમાં આજે ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટીની જંગી સભા યોજાઈ હતી જેમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવનત માન સહિત ગુજરાતના આમ આજની પાર્ટીના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા અને જંગી સભાને સંબોધી હતી

આ સભાનો મુખ્ય હેતુ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર થયેલા “ખોટા કેસ અને ધરપકડ”ના વિરોધમાં તેમનું સમર્થન કરવાનો હતો. એમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જાહેરસભા સંબોધી હતી, જેમાં ભગવંત માને કહ્યું હતું કે પશુપાલકોના પૈસા ખાઈ જતી આ સરકાર અહંકારી છે. તો કેજરીવાલે કહ્યું હતું કે ભાજપ-કોંગ્રેસ ભેગા થઈ લોકોને લૂંટે છે.

ભાજપ-કોંગ્રેસ પર ભ્રષ્ટાચાર-મિલીભગતનો આરોપ મૂકતાં અરવિંદ કેજરીવાલે કહ્યું, બંને પાર્ટી ભેગી થઇ લોકોને લૂંટે છે. ભાજપના નેતાઓની જીવનશૈલી પર કટાક્ષ કરતાં કહ્યું, તેમનો નેતા સાઇકલ લઈ ફરતો ડોય, પણ ભ્રષ્ટાચારના કારણે નેતા બને એટલે બંગલા બની જાય છે. ચૈતર વસાવાને જેલમાં મોકલવા પાછળનું મુખ્ય કારણ જણાવતાં કહ્યું, ભાજપવાળા એટલા ગંદા છે કે રૂ. 2,500 કરોડનું મનરેગાકૌભાંડ બડાર લાવનાર ચૈતરભાઈને જેલમાં મોકલાવી દીધા તેમણે ગુજરાતમાં રોડ બગડેલા છે અને પુલ તૂટે છે. રાજ્યમાં ખુલ્લેઆમ નકલી દારૂ મળે છે. આ બધું બદલવું પડશે. કેજરીવાલે જાહેરાત કરી કે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં યુવાનોને ટિકિટ આપીશું તેમણે ચૈતર વસાવાના સમર્થનમાં “જેલ કે તાલે તૂટેંગે, ચૈતર વસાવા છૂટેંગે”નું સૂત્ર આપ્યું

સભામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આદિવાસી સમાજના અધિકારોના મુદ્દે સરકાર પર પ્રહાર કરતાં કહ્યું, આ લોકો જળ, જમીન અને જંગલ વેચી રહ્યા છે તેમણે આરોપ મૂક્યો કે સરકાર આદિવાસીઓનાં કુદરતી સંસાધનો પર કોર્પોરેટ ગૃહોનો કબજો જમાવવા પ્રયાસ કરી રહી છે સરકાર પર પશુપાલકોના પૈસા ખાઈ જવાનો આરોપ લગાવતાં કહ્યું, આ સરકાર ‘અહંકારી’ છે ચૈતર વસાવા કેસમાં પોલીસેની ભૂમિકા સામે ગંભીર સવાલ ઉઠાવતાં કહ્યું, પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજ કાઢી નાખ્યા છે સહિત આક્ષેપ કર્યા હતા

 

ડેડિયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવા ‘લાફાકાંડ’ મામલે છેલ્લા 19 દિવસથી જેલમાં છે. AAP નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ભાજપના ઈશારે તેમના ધારાસભ્યને પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ સભાને ચૈતર વસાવાના સમર્થનમાં શકિ્તપ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે. આજની આ સભામાં કેજરીવાલ અને ભગવંત માન દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!