
તા.૨૧.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના ખંગેલા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 32 વર્ષીય યુવકે પોતાના બે બાળકો સાથે ઝાડ પર લટકી આપઘાત કરી લીધો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. આ આપઘાતનું કારણ હજી સુધી જાણી શક્યુ નથી, પોલીસે ઘટના સબંધે તપાસ શરૂ કરી છે.
દાહોદ તાલુકાના કઠલા ગામમાં રહેતા 32 વર્ષીય અરવિંદ હિમલા વહોનિયા મજૂરીનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને બે પુત્રો, 8 વર્ષીય રવિ અને 6 વર્ષીય સુરેશ, તેમજ એક પુત્રી હતી. બે દિવસ પહેલાં અરવિંદ અન્ય જિલ્લામાંથી મજૂરીનું કામ પૂરું કરી પોતાના વતન પરત ફર્યા હતા. તેમના પરિવાર સાથે એક દિવસ ગાળ્યા બાદ, તેઓ પોતાની બહેનને મળવા મધ્યપ્રદેશના માંડલી ગામે ગયા હતા માંડલી ગામથી પરત ફર્યા બાદ અરવિંદ અને તેમના બે બાળકો ઘરે પહોંચ્યા ન હતા. પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી. આજે સવારે કઠલા ગામના છાયણ ફળિયામાં એક ખેતરમાં ઝાડ પર અરવિંદ અને તેમના બે બાળકો ફાંસી ખાધેલી હાલતમાં જોવા મળ્યા. ઘટના સ્થળે અરવિંદની મોટરસાઇકલ પણ પડેલી હતી. આ ઘટનાની જાણ થતાં ગામના લોકો અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા, અને પોલીસને જાણ કરવામાં આવી હતી કતવારા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પરિવારજનોની હાજરીમાં પંચનામું કર્યું હતુ અને ત્રણેય મૃતદેહોને વૃક્ષ ઉપરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે કતવારા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા, પોલીસે આ ઘટનાને હાલ અકસ્માત મોત તરીકે નોંધી તપાસ શરૂ કરી છે. અરવિંદે પોતાના બે બાળકો સાથે આપઘાત કેમ કર્યો, તેનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી, આ ઘટનાએ પરિવાર અને ગામમાં શોકનું મોજું ફેલાવ્યું છે, અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહીયા




