NATIONAL

હું મારા શબ્દો પાછા લઉં છું!’ કૃષિ કાયદાઓ પર કંગના રણૌતનો યુ-ટર્ન,

હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપ સાંસદ કંગના રણૌતે પાછા ખેંચી લેવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓ પર નિવેદન આપીને ફરી એકવાર વિવાદ સર્જ્યો છે. પાર્ટીએ બીજેપી સાંસદ કંગના રણૌતના કૃષિ કાયદાને લગતા નિવેદનથી પાછીપાની કરી લીધી છે. કંગનાએ પોતે પણ કહ્યું કે, આ તેનો અંગત અભિપ્રાય છે અને પાર્ટીને તેની સાથે કોઈ લેવાદેવા નથી. પાર્ટી દ્વારા ફરીથી ઠપકો આપ્યા બાદ કંગનાએ એક વીડિયો મેસેજ જાહેર કર્યો છે. કંગના કહી રહી છે કે, તેણે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તે માત્ર એક કલાકાર નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીની કાર્યકર પણ છે. બીજેપી સાંસદે કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોનું સન્માન કરવું એ અમારા તમામ કાર્યકર્તાઓની ફરજ છે.’

કંગના રનૌતે કૃષિ કાયદા અંગે કહ્યું હતું કે, ‘હું જાણું છું કે આ નિવેદન વિવાદાસ્પદ હોઈ શકે છે, પરંતુ ત્રણેય કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં હતા અને તેનો ફરીથી અમલ થવો જોઈએ. ખેડૂતોએ પોતે તેનું સમર્થન કરવું જોઈએ.’ જોકે, પાર્ટીએ કંગનાના આ નિવેદન પર પાછીપાની કરી લીધી છે.

Back to top button
error: Content is protected !!