મારા પતિએ તારી સાથે સુખ માણ્યું હોય તો તું પણ તેની સાથે લગ્ન કરી લે, આપણે સાથે સાથે રહીશું. !!!
IPC અથવા POCSO એક્ટ હેઠળ પ્રથમ દૃષ્ટિએ બળાત્કારના ગંભીર ગુનાઓ બનતાં હોય પીડિતા પાસે રેપ કેસ રદ કરવાનો કોઈ વિકલ્પ રહેતો નથી.

કેરળની રાજધાનીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડાન્સ ટીચરની પત્નીએ સગીરાને એવી ઓફર કરી હતી કે જો મારા પતિએ તારી સાથે સુખ માણ્યું હોય તો તું પણ તેની સાથે લગ્ન કરી લે, આપણે સાથે સાથે રહીશું. હકીકતમાં આ મહિલાના ડાન્સ ટીચર પતિએ ડાન્સ શીખવાડવાને બહાને અને લગ્નની લાલચ આપીને સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું અને શારીરિક સંબંધ બાંધ્યા બાદ ફરી ગયો હતો અને બીજી મહિલા સાથે લગ્ન કરી લીધાં હતા, સગીરાને જ્યારે જાણ થઈ છે કે લગ્નની લાલચે પોતાની સાથે સંબંધ બાંધનારે બીજે લગ્ન કર્યાં છે ત્યારે તેણે તેની પત્નીને જાણ કરી દીધી હતી કે તેના પતિએ તેની સાથે અનેક વાર સંબંધ બાંધ્યો છે ત્યારે મહિલાએ બેશરમીભર્યા અંદાજમાં તેની સાથે લગ્ન કરી લેવાનું કહ્યું હતું.
પીડિતાએ પોલીસને આપેલા નિવેદનોમાં આખો બનાવ કહી સંભળાવ્યો હતો. તેણે કહ્યું કે 2015માં જ્યારે હું સગીરા હતી ત્યારે ડાન્સ ટીચરે મને ફિલ્મો અને રિયાલિટી શોમાં અભિનયની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યો હતો. પીડિતાએ પોલીસને જણાવ્યું કે લગ્નનું વચન આપીને તેની સાથે સેક્સ કર્યું.
પોલીસને આપેલા નિવેદનો અનુસાર, ત્યારબાદ, પત્નીએ ડાન્સ ટીચર અને પીડિતા વચ્ચેના જાતીય સંબંધોમાં પણ મદદ કરી અને તેને પ્રોત્સાહન આપ્યું હતું. જોકે ઘટનાના 5 વર્ષ બાદ 2020માં પીડિતાએ આરોપી ડાન્સ ટીચર અને પત્ની સામેનો કેસ પાછો ખેંચી લેવા અરજી કરી હતી.
કેરળ હાઈકોર્ટે હવે આ મામલે કેસ પાછો ખેંચવાનો ઈન્કાર કરીને આરોપી ટીચર સામે રેપનો કેસ ચાલુ રાખવાનો ઓર્ડર આપ્યો છે. કેરળ હાઈકોર્ટે ઠરાવ્યું છે કે જ્યારે IPC અથવા POCSO એક્ટ હેઠળ પ્રથમ દૃષ્ટિએ બળાત્કારના ગંભીર ગુનાઓ બનતાં હોય પીડિતા પાસે રેપ કેસ રદ કરવાનો કોઈ વિકલ્પ રહેતો નથી.




