NATIONAL

ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના : IMDની ચેતવણી

હવામાન વિભાગએ વરસાદને લઈને નવીનતમ અપડેટ જારી કરી છે. IMDએ તેના અપડેટમાં જણાવ્યું છે કે 18 અને 19 જુલાઈના દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ, યાનમ, તેલંગાણા, દક્ષિણ ઓડિશા, ગોવા, કોસ્ટલ કર્ણાટક, દક્ષિણ આંતરિક કર્ણાટક અને ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.
દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હવામાન વિભાગ (IMD) એ વરસાદને લઈને નવીનતમ અપડેટ જારી કરી છે. IMD અનુસાર દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. વિભાગે તેલંગાણા, ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે તેના અપડેટમાં જણાવ્યું છે કે મધ્ય અને અડીને આવેલા ઉત્તર બંગાળની ખાડી પર લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે, જેના કારણે 18 અને 19 જુલાઈના દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, તેલંગાણા, દક્ષિણ ઓડિશા, ગોવા, કોસ્ટલ કર્ણાટક, દક્ષિણ કર્ણાટક અને ગુજરાતના ભાગોમાં આંતરીક ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. IMDએ કહ્યું કે 20 જુલાઈએ વિદર્ભ અને છત્તીસગઢના કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ પણ જારી કર્યું છે. IMD એ કોસ્ટલ કર્ણાટક, કોસ્ટલ આંધ્રપ્રદેશ અને યાનમ, તેલંગાણા, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, છત્તીસગઢમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે કહ્યું કે આ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. IMDએ કહ્યું કે કર્ણાટક, કેરળ, જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમ ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, આસામ અને આંધ્રપ્રદેશમાં વરસાદ ચાલુ રહેશે.
દરમિયાન રાષ્ટ્રીય રાજધાની અને દિલ્હી સહિત આસપાસના વિસ્તારોમાં હળવા ઝરમર ઝરમર વરસાદ બાદ લોકોને ભારે બફારા ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી-NCRમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે. હળવાથી મધ્યમ વરસાદ પણ પડી શકે છે. હવામાન વિભાગે દિલ્હી માટે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાર દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. IMD એ આગામી પાંચ દિવસ સુધી દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં વાવાઝોડા, વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી જારી કરી છે. ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદની સંભાવના છે.

Back to top button
error: Content is protected !!