JETPURRAJKOT

રાજકોટ જેતપુર નેશનલ હાઈવે વીરપુર નજીક કાર અકસ્માતમાં જુનાગઢના યુવાનનું મોત

તા.૧૧/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

બે વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી

રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર રોજિંદા અનેક નાના-મોટા અકસ્માતના બનાવો બને છે ત્યારે યાત્રાધામ વીરપુર પાસે મોડી રાત્રે એક કાર નું અકસ્માત થયું હતું જેમાં કારચાલક નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અકસ્માત ની જાણ વીરપુર પોલીસને થતા તુરંત સ્થળ પર પહોંચી હતી.

રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર વીરપુર નજીક વછરાજ હોટલની સામે મોડી રાત્રે કાર અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં કાર ચાલક રાજકોટ થી જુનાગઢ તરફ કાર લઈને જઈ રહ્યો હતો ત્યારે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પલટી મારીને કાર ડિવાઇડર પર ચડી જવા પામી હતી જેમાં ઘટના સ્થળે કાર ચાલક જુનાગઢનો યુવાન ભાવેશ મોડેદરા ઉ.વ. 27 નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અકસ્માતની જાણ થતાં જ વિરપુર પોલીસ સ્ટાફ પહોંચ્યો હતો અને મૃતક ભાવેશના મૃતદેહને વીરપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.મૃતક ભાવેશ પરણિત હતો તેમને સંતાનમાં બે વર્ષની દીકરી અને પરિવારમાં માતા પિતા અને બે ભાઈ માથી સૌથી નાનો હતો નાની ઉંમરે અકસ્માતમાં મૃત્યુ થતાં પરિવારમા ગમગીની છવાઈ હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!