
પ્રતિનિધિ:ખંભોળજ
તસ્વીર:કુંજન પાટણવાડીયા
ખંભોળજ પોલીસ મથકે થોડા દિવસ અગાઉ વિશાલ ભરવાડ સહિત કેટલાક ઇસમો વિરૂદ્ધ ડ્રાઈવરને માર મારવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે સંદર્ભે શીલીના રહેવાસી વિશાલ ભરવાડની આજરોજ પ્રતિક્રિયા સામે આવી છે કે જે લોકો એ અમારા વિરુદ્ધ ફરિયાદ ખંભોળજ પોલીસ મથકે તેમના ટ્રક ડ્રાઇવર પિન્ટુને માર મારવાની નોંધાવી છે તે તદ્દન ખોટી છે અને તેમના ટ્રક ડ્રાઇવર પિન્ટુ ઠાકોરને તેઓ ઓળખતા પણ નથી અને ક્યારેય રૂબરૂ મુલાકાત પણ થયેલ નથી.ઉપરથી ખોટી ફરિયાદ કરનાર ઈસમોએ ડ્રાઇવરને દબાણ આપી શીખવીને મોકલેલ કે અમો જેમ કહીએ છે તેવી રીતે જ તારે પોલીસ સ્ટેશને લખાવુ તેમ પુરા પ્લાનિંગ સાથે કંટ્રોલમાં વર્ધી લખાવેલ હતી .વધુમાં વિશાલ ભરવાડ જણાવી રહ્યા છે કે આગામી સમયમાં ખોટી રીતે ફરિયાદ કરનાર તથા ફરિયાદ કરાવનાર સામે યોગ્ય કાર્યવાહી થાય તે માટે પોલીસ અધિક્ષક સમક્ષ રૂબરૂ પોલીસને ગેરમાર્ગે દોરનારની રજૂઆત કરવામાં આવશે.!





