GODHARAGUJARATPANCHMAHAL

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મેરપ ગામે ખનન માફીયાઓ પર ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા

ગોધરાના મેરપ ગામે ત્રણ ટ્રક અને એક જેસીબી મશીન સહિત 60 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાર ઇસમોની અટકાયત

 

પંચમહાલ ગોધરા

 

નિલેશભાઈ દરજી શહેરા

 

પંચમહાલ જિલ્લાની ખાણખનીજ વિભાગની ટીમ ગોધરા તાલુકામાં રૂટિન ચેકીંગમાં નીકળી હતી. ત્યારે ખાનગી બાતમીદારો પાસેથી બાતમી મળી હતી કે ગોધરા તાલુકાના મેરપ ગામમાં પસાર થતી પાનમ નદીના પટમાં કેટલાક ખનીજ માફીયાઓ બિન અધિકૃત રીતે ગેર કાયદેસર એક જેસીબી મશીન દ્વારા ત્રણ ટ્રકમાં ખનીજ ક્વાર્ટઝ ભરીને પસાર થઈ રહ્યા છે.

 

તેવી ચોક્કસ બાતમીના આધારે પંચમહાલ જિલ્લાની ખાણખનીજ વિભાગની ટીમે ગોધરા તાલુકાના મેરપ ગામે આવેલ પાનમ નદીના પટમાં રેડ દરમિયાન ત્રણ ટ્રક અને એક જેસીબી મશીન સહિત 60 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાર ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

જેના કારણે કેટલાક ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. જ્યારે પકડાયેલ મુદ્દામાલને ગોધરા કલેકટર કચેરી ખાતે સીઝ કરીને મૂકવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!