પંજાબમાં ફરી આમ આદમી પાર્ટીની પ્રચંડ લહેર! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના સૂપડાં સાફ

પંજાબમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની લહેર જોવા મળી છે. કોંગ્રેસ, શિરોમણી અકાલી દળ અને ભાજપ રેસમાં ઘણા પાછળ રહી ગયા છે. જિલ્લા પરિષદ અને પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 1 હજારનો આંકડો પાર કરી લીધો છે. 50 ટકાથી વધુ જિલ્લા પરિષદમાં આમ આદમી પાર્ટીનું શાસન રહેશે.
જિલ્લા પરિષદમાં 346 ઝોન છે, જેમાંથી 22માં તો આમ આદમી પાર્ટીનો નિર્વિરોધ વિજય થયો. બાકી 324માંથી 322ના પરિણામ જાહેર થયા છે. જેમાં 201 પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.
પંચાયત સમિતિની વાત કરીએ તો 2388 ઝૉન છે. જેમાંથી 339માં આમ આદમી પાર્ટીનો પાર્ટીનો નિર્વિરોધ વિજય થયો. અત્યાર સુધીના પરિણામોમાં AAPનો 977 પંચાયત સમિતિમાં વિજય થયો છે.
ચૂંટણી પરિણામોના આંકડા
જિલ્લા પરિષદ
આમ આદમી પાર્ટી : 201
કોંગ્રેસ : 60
અકાલી દળ : 39
ભાજપ : 4
બીએસપી : 3
અન્ય : 10
પંચાયત સમિતિ
આમ આદમી પાર્ટી : 977
કોંગ્રેસ : 487
અકાલી દળ : 290
ભાજપ : 56
બીએસપી : 26
અન્ય : 112
પાર્ટીની ભવ્ય જીત પર પ્રતિસાદ આપતા ‘આપ’ સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ‘પંજાબના લોકોએ સરકારના કામ પર મહોર મારી છે. અમે કોઈ સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો નથી અને નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાઈ છે.’




