MORBI:મોરબીના ઉમિયાનગરમાં જાહેરમાં જુગાર રમતા ૧૨ ઈસમો ઝડપાયા

MORBI:મોરબીના ઉમિયાનગરમાં જાહેરમાં જુગાર રમતા ૧૨ ઈસમો ઝડપાયા
શહેરના વાવડી રોડ પર કારિયા સોસાયટી ઉમિયાનગરમાં જાહેરમાં જુગાર રમતા ૧૨ ઇસમોને ઝડપી લઈને પોલીસે ૫૩,૧૦૦ ની રોકડ રકમ જપ્ત કરી છે
એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઉમિયાનગરમાં મકાન પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા ત્રિલોકસિંગ દર્શનસિંગ સેંગર, મુકેશ શ્રીરામનરેશ સહાની, સંતોષમહતો કીશુનમહતો કુશવાહ, રાહુલસિંગ પ્રાગસિંગ સેંગર, રાકેશ શિવચરન કુશવાહ, અનીલકુમાર કલ્યાણસિંગ વિશ્વકર્મા, પ્રવેન્દ્રસિંગ સુંદરસિંગ સેંગર, મનીષ ઉર્ફે રમેશ ભૂરેલાલ ચૌહાણ, ભરતસિંગ શિવમોહનસિંગ સેંગર, ગોવિંદા લાખન કુશવાહ, શ્યામસિંગ સુરેશસિંગ સેંગર અને રાજેશ રામગોપાલ ધાનુક એમ ૧૨ ને ઝડપી લઈને રોકડ રૂ ૫૩,૧૦૦ જપ્ત કરી તમામ વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે











