NATIONALSPORTS

T20 વર્લ્ડકપમાં પાકિસ્તાનને 61 રનથી ભારતે હરાવ્યું

ICC T20 વર્લ્ડ કપની 27મી મેચમાં આજે(15 ફેબ્રુઆરી) ભારતે પાકિસ્તાનને કારમી હાર આપી છે. આ મહામુકાબલો શ્રીલંકાના કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયો હતો. જ્યાં પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી હતી. ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા. ભારતે પાકિસ્તાનને 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 18 ઓવરમાં માત્ર 114 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આમ, ભારતની 61 રનથી ભવ્ય જીત થઈ છે. આ જીત સાથે જ ભારતીય ટીમ સુપર-8માં પણ ક્વોલિફાય કરી ગઈ છે. 77 રન ફટકારનારો ઈશાન કિશન મેન ઓફ ધ મેચ બન્યો છે.

ભારતે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને રેકોર્ડ 8મી વખત હરાવી દીધું છે. ભારતની 61 રનથી ભવ્ય જીત થઈ છે. ભારતીય બેટર ઈશાન કિશને તોફાની 77 રનની ઈનિંગ રમી હતી. જેને લઈને તેને મેન ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો છે. ભારતીય બોલરોએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

ટીમ ઈન્ડિયાનું સ્કોરકાર્ડ (175/7 | 20 ઓવર)

  1. ઈશાન કિશન – 77 રન
  2. અભિષેક શર્મા – શૂન્ય
  3. તિલક વર્મા – 25 રન
  4. સૂર્યકુમાર યાદવ – 32 રન
  5. હાર્દિક પંડ્યા – શૂન્ય
  6. શિવમ દુબે – 27 રન
  7. રિંકુ સિંહ – 11 રન
  8. અક્ષર પટેલ – શૂન્ય

પાકિસ્તાની ટીમનું સ્કોરકાર્ડ (114/10 | 18 ઓવર)

  1. સાહિબઝાદા ફરહાન – શૂન્ય
  2. સૈમ અયૂબ – 6 રન
  3. સલમાન આગા – 4 રન
  4. બાબર આઝમ – 5 રન
  5. ઉસ્માન ખાન – 44 રન
  6. શાદાબ ખાન – 14 રન
  7. મોહમ્મદ નવાઝ – 4 રન
  8. ફહીમ અશરફ – 10 રન
  9. શાહીન આફરિદિ – 23 રન
  10. અબરાર અહેમદ – શૂન્ય
  11. ઉસ્માન તારિક – શૂન્ય

ભારતીય બોલરોનું પ્રદર્શન

  • હાર્દિક પંડ્યા – 2 વિકેટ
  • જસપ્રીત બુમરાહ – 2 વિકેટ
  • અક્ષર પટેલ – 2 વિકેટ
  • વરુણ ચક્રવર્તી – 2 વિકેટ
  • કુલદીપ યાદવ – 1 વિકેટ
  • તિલક વર્મા – 1 વિકેટ
  • રિંકુ સિંહ – 1 વિકેટ

Back to top button
error: Content is protected !!