દેશના લોકોની આવક અને સંપત્તિનીમાં અસમાનતા હોવા મામલે ભારત પ્રથમ ક્રમે

સંશોધન સંસ્થા વર્લ્ડ ઈનઇક્વલિટી લેબે આવકની અસમાનતા મામલે એક રિપોર્ટ જાહેર કર્યો છે. ચિંતાજનક વાત એ છે કે, દેશના લોકોની આવક અને સંપત્તિનીમાં અસમાનતા હોવા મામલે ભારત પ્રથમ ક્રમે છે. રિપોર્ટમાં ભારતમાં અમીરો, ગરીબો અને મધ્યમવર્ગની આવક અને સંપત્તિમાં કેટલી અસમાનતા છે, તેનો ડેટા પણ જાહેર કરાયો છે.
રિપોર્ટ મુજબ, દેશની 65 ટકા સંપત્તિ 10 ટકા અમીર લોકોના હાથમાં છે, 58 ટકા આવક પર ટોપ-10 અમીર લોકોનો કબજો છે, દેશની કુલ આવકનો 15 ટકા ભાગ માત્ર ઓછી આવક ધરાવનારા 50 ટકા લોકોના હાથમાં આવે છે. દેશમાં અસમાનતાની સ્થિતિ એવી છે કે, દેશની કુલ સંપત્તિનો 40 ટકા હિસ્સો દેશના એક ટકા લોકોના હાથમાં છે.
અગાઉના વર્ષ 2022નાં રિપોર્ટ મુજબ, 2021માં દેશની કુલ આવકનો 57 ટકા હિસ્સો ટોપ-10 લોકો પાસે હતો. જ્યારે દેશના ગરીબ અને મધ્ય વર્ગના 50 ટકા લોકોના હાથમાં દેશની કુલ આવકનો 13 ટકા હિસ્સો હતો, આવક અસમાનતાની ગંભીરતા દર્શાવે છે.
વિશ્વભરની વાત કરીએ તો, વિશ્વમાં સૌથી અમીર ઓછામાં ઓછા 60,000 હજાર લોકો પાસે વિશ્વના કુલ ગરીબ-મધ્ય વર્ગની વસ્તીથી ત્રણ ઘણી વધુ સંપત્તિ છે. વર્ષ 1995માં આ અમીરો પાસે વિશ્વની કુલ સંપત્તિનો ચાર ટકા હિસ્સો હતો, જે હવે વધીને 6 ટકા પર પહોંચી ગયો છે.
ચીનની કુલ વસ્તીનો મોટો ભાગ વિશ્વભરમાં મધ્યમ આવકવાળા 40 ટકા લોકોમાં સામેલ થઈ ગયા છે. ચીની વસ્તીનો એક મોટો હિસ્સો અપર-મિડલ ગ્રૂપમાં પણ સામેલ થઈ ગયો છે. એટલે ત્યાં મધ્યમવર્ગની આવકમાં વધારો થયો છે. સરળ શબ્દોમાં કહીઓ તો છેલ્લા 40-45 વર્ષમાં ચાઈનીઝ લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે, જે ભારતની સ્થિતિ તદ્દન ઉલટું છે.
1980માં ભારતીય વસ્તીનો એક મોટો ભાગ મધ્યમ આવક ધરાવતા 40 ટકા ગ્રૂપમાં સામેલ હતા. એટલે કે ભારતની સમાન્ય પ્રજા મધ્યમ આવકવાળા વર્ગમાં હતું, જોકે 2025માં ભારત વિશ્વની સૌથી ઓછી આવક ધરાવતી 50 ટકા શ્રેણીમાં આવી ગયો છે.




