Rajkot: “ટપાલ વિભાગનું ‘કસ્ટમર ફ્રેન્ડલી’ ડિજિટલ પગલું” એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજીનાં પ્રારંભથી ગ્રાહકો ક્યુઆર કોડથી ડિજિટલ ચૂકવણી કરી શકશે

તા.૨૧/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ટપાલ વિભાગે ડિજિટલ ઇન્ડિયા અને કેશલેસ ઇન્ડિયા તરફ ‘કસ્ટમર ફ્રેન્ડલી’ પગલું ભર્યું છે. રાજકોટ સહિત દેશભરની પોસ્ટ ઓફિસોમાં આઈ.ટી.૨-૦ એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજીનો પ્રારંભ કરાયો છે, જેથી પોસ્ટનાં ગ્રાહકો QR કોડથી ડિજિટલ ચુકવણી કરી શકશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન તેમજ સંચાર મંત્રીશ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માર્ગદર્શનમાં એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી (એપીટી)નો રાષ્ટ્રીય સ્તરે પ્રારંભ કરાયો છે
આ ડિજિટલ અપગ્રેડેશન એ દેશભરના ૧.૬૫ લાખથી વધુ ટપાલ કચેરીઓમાં આધુનિકીકરણ તરફનું ઐતિહાસિક પગથિયું છે, જે ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના સપનાને સાકાર કરે છે.
ગ્રાહકો હવે પોસ્ટ ઓફિસમાં ક્યુઆર કોડ સ્કેન કરીને યુપીઆઈ આધારિત ડિજિટલ ચુકવણી કરી શકશે, જેમાં સ્પીડ પોસ્ટ, રજિસ્ટર્ડ પોસ્ટ, પાર્સલ, આંતરરાષ્ટ્રીય મેઇલ અને ઇલેક્ટ્રોનિક મની ઓર્ડર જેવી સેવાઓનો સમાવેશ કરાયો છે
મુખ્ય વિશેષતાઓ
માઇક્રો-સર્વિસ અને ઓપન API આધારિત આર્કિટેક્ચર, એકસમાન યુઝર ઇન્ટરફેસ, ક્લાઉડ-રેડી ડિપ્લોયમેન્ટ, બુકિંગથી ડિલિવરી સુધી સંપૂર્ણ ડિજિટલ સેવા, QR કોડ પેમેન્ટ, OTP આધારિત ડિલિવરી વગેરે સેવાનો સમાવેશ થાય છે.


