
કેશોદ તાલુકાના અજાબ ગામે આવેલ પૌરાણિક વાછરા દાદા નો પેઢો આવેલ છે જે વર્ષો જુનો હોય આ ગામ નું તોરણ બાંધવામાં આવેલ તે પહેલાં આ ગીર ના નાકા તરિકે અને જોગણિયો ટીંબો તરીકે જાણીતું હતું તે સમયે ચારણ માલધારી સમાજ પોતાના માલ ઢોર નિભાવ ગીર ને ખોળે નેષ ઉભા કરી ને રહેતા માલ ઢોર ના અને પરિવારજનો ના રક્ષણ માટે વાછરા દાદા નું અને આઈ આવળ ના સ્થાનકો ની સ્થાપના કરતાં સમય જતાં માલધારી સમાજ એક જગ્યાએ થી બીજી જગ્યાએ ફરતા રહેતા પછી એ જગ્યા એ મંદિર નિર્માણ થતાં અને દરેક ગામમાં ગ્રામ દેવ તરિકે વાછરા દાદા તેમજ દાળમાં દાદા અને ક્ષેત્રપાળ દાદા જોગણી માતાઅને સતિઆઇ ના સ્થાનક જોવા મળે છે એવું આ પૌરાણિક મંદિર જર્જરિત હોય ગામ ના અઢારેય વર્ણ ના યુવાન મિત્રો એ આ મંદિર નો ગામ ના સહયોગથી જીર્ણોદ્ધાર કરવા નો નિર્ણય લીધો ગ્રામ જનો તરફથી સહયોગ મલતા અષાઢ મહિના ના છેલ્લા સોમવાર મુર્હૂત કાઢી મંગળવારે દાદા ના નુતન મંદિર ની કામગીરી હાથ ધરવામાં આવી છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




