NATIONAL

ભારતીય શેર બજારોમાં રોકાણકારોના પૈસાનું ધોવાણ, કડાકાનો 30 વર્ષનો રેકૉર્ડ તૂટ્યો

ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 1414.33 પોઈન્ટ અથવા 1.90 ટકા ઘટીને 73198.10 પર બંધ થયો. બીજી તરફ, નિફ્ટી 420.35 પોઈન્ટ અથવા 1.86 ટકા ઘટીને 22,124.70 પર બંધ થયો

ભારતીય શેર બજારોમાં છેલ્લા પાંચ મહિનાથી રોકાણકારોના પૈસાનું ધોવાણ થઈ રહ્યું છે, જે બાદ આજે 30 વર્ષનો રેકૉર્ડ તૂટ્યો છે. ઓકટોબર 2024થી નિફ્ટીમાં અત્યાર સુધીમાં 12.65 ટકાનો કડાકો થયો છે. છેલ્લે વર્ષ 1996માં સતત પાંચ મહિના સુધી નિફ્ટીમાં કડાકો જોવા મળ્યો હતો. પાંચ મહિનામાં સેન્સેક્સમાં પણ 11.54 ટકાનો કડાકો થયો છે. BSE મિડકેપમાં 20થી વધુ જ્યારે BSE સ્મોલકેપમાં 22.78 ટકાનું નુકસાન થયું છે.

પાંચ મહિનાથી રોકાણકારોને ભારે નુકસાન થઈ રહ્યું છે. સેન્સેક્સમાં કંપનીઓનું પૂંજીકરણ 26 સપ્ટેમ્બર, 2024થી અત્યાર સુધીમાં 25 લાખ કરોડ રૂપિયા ધોવાયા છે. પાંચ મહિનાના સમયગાળામાં BSEમાં લિસ્ટેડ તમામ ફર્મની કુલ માર્કેટ વેલ્યુએશનમાં 90થી 92 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. 30 સપ્ટેમ્બર 2024ના રોજ BSEમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 474 લાખ કરોડ રૂપિયા હતી જે 28 ફેબ્રુઆરી, 2025ના રોજ ઘટીને 384 લાખ કરોડ રૂપિયા રહી ગઈ છે. આમ રોકાણકારોએ 90 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

માર્ચ શ્રેણીના પહેલા દિવસે બજારમાં લાલાશ જોવા મળી હતી. બજાર લગભગ 9 મહિનાના સૌથી નીચા સ્તરે બંધ થયું. નિફ્ટીમાં 8 મહિનામાં સૌથી મોટો ઇન્ટ્રા-ડે ઘટાડો જોવા મળ્યો. બીએસઈના તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં વેચવાલી જોવા મળી. મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં ભારે વેચવાલી જોવા મળી. આઇટી, ઓટો, પીએસઈ સૂચકાંકો સૌથી વધુ ઘટ્યા. ઊર્જા, ફાર્મા અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી.

બજાર નવ મહીનાના નીચલા સ્તરે બંધ થયું છે. નિફ્ટીમાં આઠ મહીનાની સૌથી મોટો ઇન્ટ્રા ડે ઘટાડો જોવા મળ્યો હતો. આજે બેએસઇમાં તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં વેચવાલી જોવા મળી હતી. મીડ કેપ અને સ્મોલ કેપમાં જોરદાર વેચવાલી નીકળી હતી. આઇટી, ઓટો, પીએસઇ, ઇન્ડેક્સમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. એનર્જી મેટલ અને ફાર્માં શેરોમાં પણ વચવાલીનું પ્રેશર જોવા મળ્યું હતું. સ્મોલ કેપ ઇન્ડેક્સ આ મહીના દરમિયાન લગભગ 13 ટકા અને નિફ્ટી મીડ કેપ ઇન્ડેક્સ 11 ટકા તૂટ્યો છે. સેન્સેક્સ 1414 પોઇન્ટ ઘટીને 73198 અને નિફ્ટી 420 પોઇન્ટ ઘટીને 22125 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

બેન્ક નિફ્ટી 399 પોઇન્ટ ઘટીને 48345 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. મીડ કેપ 1222 પોઇન્ટ ઘટીને 47915ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સેન્સેક્સમાં 30માંથી 29 શેરો ઘટ્યા હતાં. નિફ્ટી-50માં પણ 45 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી બેન્કમાં 12માંથી દસ શેરોમાં ઘટાડો નોંધાયો હતો.

આજના ટ્રેડિંગ સેશનમાં એચડીએફસી બેન્કે નિફ્ટી 50માં સમાવિષ્ટ શેરોમાં સૌથી વધુ વધારો કર્યો છે. તે 1.87%ના ઉછાળા સાથે રૂ. 1,732ના સ્તરે બંધ થયો હતો, જ્યારે શ્રીરામ ફાઈનાન્સનો શેર 1.74% વધીને 617.30ના સ્તરે બંધ થયો હતો. આ પછી, કોલ ઇન્ડિયા લિમિટેડ 1.52% ના વધારા સાથે 369.35 ના સ્તર પર બંધ થયો, જ્યારે ટ્રેન્ટ 0.97%ના ઉછાળા સાથે 4,852 ના સ્તર પર બંધ થયો. આ સિવાય હિન્દાલ્કોના શેર 0.38%ની મજબૂતી સાથે 634.35ના સ્તર પર બંધ થયા છે.

તે જ સમયે, સૌથી વધુ ઘટાડો ટેક મહિન્દ્રાના શેરમાં નોંધાયો છે. આ 6.33% ઘટીને 1,488 ના સ્તરે બંધ થયા, જ્યારે વિપ્રોના શેર 5.73% ઘટીને 277.65ના સ્તરે બંધ થયા. આ પછી ઇન્ડસઇન્ડ બેન્ક  5.41%ના ઘટાડા સાથે 990.10 પર બંધ થયો, જ્યારે મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા  5.19%ના ઘટાડા સાથે 2,585 પર બંધ થયો. આ સિવાય ભારતી એરટેલ 4.86% ઘટીને 1,570ના સ્તરે બંધ રહ્યો હતો.

આજે તમામ ક્ષેત્રીય ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે. નિફ્ટી બેન્ક 0.82% નબળો પડીને 48,345 ના સ્તર પર બંધ થયો. નિફ્ટી મેટલ 1.92% ઘટીને 19,814ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 2.62% ના ઘટાડા સાથે 50,689 ના સ્તર પર બંધ થયો. નિફ્ટી ઓટોમાં 3.92%નો ઘટાડો નોંધાયો હતો અને તે 20,499ના સ્તરે બંધ રહ્યો હતો અને નિફ્ટી આઇટી  મહત્તમ 4.18%ના ઘટાડા સાથે 37,318ના સ્તરે બંધ રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!