MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી હૃદય, ફેફસા, કીડની ડેમેજ તેમજ આતરડા માં એક સાથે લાગુ પડેલા જટિલ અને ગંભીર રોગો ની સફળતાપૂર્વક સારવાર કરતા આયુષ હોસ્પિટલ ના ડો. સત્યજીસિંહ જાડેજા

MORBI:મોરબી હૃદય, ફેફસા, કીડની ડેમેજ તેમજ આતરડા માં એક સાથે લાગુ પડેલા જટિલ અને ગંભીર રોગો ની સફળતાપૂર્વક સારવાર કરતા આયુષ હોસ્પિટલ ના ડો. સત્યજીસિંહ જાડેજા

 

 

8 જુલાઈ, 2025 મંગળવાર ના રોજ રાત્રે 78 વર્ષના દર્દી આયુષ હોસ્પિટલ માં ઈમરજન્સી વિભાગ માં આવ્યા, ત્યારે ડૉ. સત્યજીસિંહ જાડેજા દ્વારા તપાસ કરતા જણાવ્યું કે એમનું જમણી બાજુ નું હૃદય ફેઈલ થયું છે અને જમણી બાજુ નું હૃદય પહોળું થયું છે. ફેફસા માં ઇન્ફેકશન ફેલાયેલું છે, ફેફસા માં જતી લોહી ની નળીમાં ઊંચું દબાણ છે. હૃદય ના ધબકારા અનિયમિત છે. કીડની ને ડેમેજ થયેલું છે, આંતરડામાં સોજો આવેલો છે. આમ આટલા બધા જટિલ રોગો એક સાથે લાગુ પડેલા હોઈ દર્દીની સ્થિતિ ગંભીર હતી. દર્દી એ ભાવુક થઈ ને ડો. સત્યજીસિંહ જાડેજા સાહેબ ને ખુબજ ગંભીર અવાજે વિનંતી કરેલી કે ” સાહેબ મને ગમે તેમ કરીને તમારે ઉભી કરવાની છે. મને ખબર છે મારી હાલત ખુબ ગંભીર છે.” અને ડો. સત્યજીસિંહ જાડેજા સાહેબ તેમજ આયુષ હોસ્પિટલ ની એક અઠવાડિયાની સારવાર સફળ થતા દર્દી ને હસતા મોઢે રજા આપતા, દર્દી તેમજ તેમના સગાઓ એ ડો. સાહેબ તેમજ આયુષ હોસ્પિટલ નો ખુબ આભાર માન્યો.

Back to top button
error: Content is protected !!