પ્રતિભાશાળી ગુરુવર્ય એવોર્ડથી ધર્મેન્દ્ર પટેલ નું સન્માન
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આયોજિત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ ફાળો આપનારા ગુરુજનોને સન્માનિત કરવાનો અનોખો અને ગૌરવસભર પ્રસંગ યોજાયો. આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે નવીનતા, શ્રેષ્ઠ શૈક્ષણિક પદ્ધતિઓ તથા બાળકોમાં મૂલ્યોના સંસ્કાર પ્રેરિત કરવા માટે સતત કાર્યરત રહેલા શિક્ષકોને “પ્રતિભાશાળી ગુરુવર્ય એવોર્ડ” અર્પણ કરવામાં આવ્યો.
આ અવસરે સુરત જિલ્લાના ભાડુંત ગામના વતની તથા હાલ કોબા પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્ર પટેલને પણ એવોર્ડથી નવાજવામાં આવ્યા. તેમના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકોમાં સર્જનાત્મકતા, સામાજિક જાગૃતિ અને શૈક્ષણિક વિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.
ધર્મેન્દ્ર પટેલનો આ સન્માન શિક્ષણક્ષેત્રે તેમની સેવાઓને માન્યતા આપતું તેમજ ભવિષ્યમાં અન્ય શિક્ષકો માટે પ્રેરણાનું સ્ત્રોત બની રહેશે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો તથા શિક્ષકમંડળે તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા.
પ્રમુખ શ્રી નિખિલભાઇ મદ્રાસી સાહેબ અને જેમણે 17 વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ બનાવ્યો છે એવા વીસ્પી ખરાદી ઉપસ્થિત રહ્યા.