રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
માધાપર ગામે શનિવારથી શરૂ થતા નાના યક્ષના મેળાની તૈયારીઓ જોરશોરથી શરૂ
કચ્છ જિલ્લો ક્ષેત્રફળની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. અહીં અનેક ધાર્મિક તથા આસ્થાના સ્થળો આવેલાં છે, જેમાં યક્ષ મંદિરો વિશેષ ઓળખ ધરાવે છે. કચ્છમાં આવેલા આ યક્ષ મંદિરો સાથે અનેક દંતકથાઓ સંકળાયેલી છે અને ભાવિકોમાં માન્યતા છે કે અહીં દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.
એવા જ પાવન સ્થાન સાથે જોડાયેલો નાના યક્ષનો ભાતીગળ લોકમેળો જિલ્લાના પાટનગર ભુજથી 5 કિલોમીટર દૂર માધાપર ગામે આ વર્ષે 6 થી 8 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. મેળાના પ્લોટની ફાળવણી થઈ ચૂકી છે અને હવે મેળાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
ત્રણ દિવસ ચાલનારા આ મેળામાં કચ્છના ખૂણે-ખૂણેથી લાખો લોકો ઉમટી પડતા હોય છે. અહીં ખાણીપીણી, રમકડાં, કપડાં, કટલેરી, ઈલેક્ટ્રિક સાધનો, ચકડોળ, સર્કસ સહિતના અનેક સ્ટોલ જોવા મળશે. સાથે જ મુલાકાતીઓ માટે પાણી, આરોગ્ય, એમ્બયુલન્સ અને એસ.ટી. બસોની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.
(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા પ્રકાશ ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)