મોરબી ભારતીય જનતા પાર્ટીનો ગુહકંકાસ ચરમ સીમા પર ? એકબીજાને કાપવા ખુલ્લી જંગ ?

આમ તો કહેવત છે ને ઘર હોય તો વાસણ ખખડે જ પરંતુ હંમેશા શિસ્તની વાતો કરતી પાર્ટીની હાલત એ છે કે અંદરના ડખાઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ જપેટે ચડી જતા હોય છે. મોરબી શહેર અને જિલ્લા ભાજપમાં ચાલતો ગ્રહ કંકાલ આજે જગ જાહેર દેખાઈ રહ્યો છે. મોરબી જિલ્લા પંચાયત દ્વારા યોજવામાં આવેલ ત્રાજપર જિલ્લા પંચાયત સીટના ગામડાઓમાં વિકાસના કામોને બહાલી આપવાના ઇ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેનનું નામ જ નહીં…
આજે તારીખ ૧૪ ડિસેમ્બર ના રોજ મોરબી જિલ્લા પંચાયત ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવનાર હોય, જેમાં ત્રાજપર જિલ્લા પંચાયત સીટના ગામડાઓ ત્રાજપર, માળિયા વનાળીયા, જવાહરનગર તથા ભડીયાદ ગામના વિકાસના ૬૬ કામનું લોકાર્પણ કરવામાં આવનાર હોય, ત્યારે કુલ ૪૧૮ લાખ રૂપિયાના વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. ત્યારે હાલ તેનું ઈ – નિમંત્રણ હાલ જિલ્લા પંચાયત દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારે સિંચાઈ વિભાગના ચેરમેન અજયભાઈ લોરિયાનું નામ નિમંત્રણમાં અતિથિ વિશેષ માં લખવામાં આવ્યું નથી. તો વિકાસના કામોની બહાલી આપવામાં આવનાર હોય, તો સિંચાઈ વિભાગના ચેરમેનનું નામ જ નહી ?
તો શું સિંચાઈ વિભાગના ચેરમેન નું કમી કરવામાં આવ્યું કે કેમ ? અને શું જો સિંચાઈ વિભાગના ચેરમેન નું નામ જ ન હોઈ તો કઈ રીતે વિકાસ કામોનું લોકાર્પણ થઈ શકે ? અજયભાઈ લોરિયા કે જેને મોરબીના રાષ્ટ્ર પ્રેમી તરીકે પણ ઓળખવામાં આવે છે તો તેમનું નામ નહીં લખીને તેમના વિરુદ્ધ કોઈ રાજકારણ રમાઈ રહ્યું છે ? તે એક મોટો સવાલ છે. જ્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના અંદરના ડખાઓમાં પ્રોટોકોલ ને સાઈડ ઉપર મૂકી દેવામાં આવ્યો છે તો ખરેખર આમ જોઈએ તો ખુલ્લેઆમ સંવિધાનનો પણ બહિષ્કાર ગણાય.









