ખંભોળજ સાહિત્ય સેવા દ્વારા દ્વારા “રામ” વિષય પર ઓનલાઈન કવિતાઓ રજૂ કરવામાં આવી.

ખંભોળજ સાહિત્ય સેવા દ્વારા દ્વારા “રામ” વિષય પર ઓનલાઈન કવિતાઓ રજૂ કરવામાં આવી. ૨૬ માર્ચ ૨૦૨૬ ના રોજ સવારે ૭:૦૦ થી ૯:૩૦ વાગ્યા સુધી ઓનલાઈનકાર્યકમ યોજાયો હતો.કાર્યક્રમ ના મુખ્ય મહેમાન કે. વી. શર્મા વિશાખાપટ્ટનમ સાહિત્ય સેવા સંસ્થા રાષ્ટ્રીય અધ્યક્ષ હાજર રહ્યા હતા. અમેરિકાથી શ્રી ચંદ્રવદન મહેતા “માસૂક” મહેમાન તરીકે હાજર રહ્યા હતા. ઉષાબેન દાવડાએ સરસ્વતી વંદના રજૂ કરી હતી. સ્ટેજ સપોર્ટ પ્રીતિ પરમાર “પ્રીત” દ્વારા આપવામાં આવ્યો હતો. સંસ્થાના અધ્યક્ષ ડૉ. શૈલેષ વાણીય ‘શૈલ’ દ્વારા પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું. કુલ ૪૧ કવિઓએ આ કાર્યક્રમ નો લાભ લીધો હતો.જૂથમાં ૬૩૩ કવિઓનો સમાવેશ થતો હતો. અંતે, ફોરમ આર. મહેતાએ રાષ્ટ્રગીત રજૂ કર્યુંહતું.કિરણ ચોનકર દિવાની દ્વારા સવારે ૯:૩૦ વાગ્યે આભારવિધિ કરી. ગુજરાત, રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, આસામ, ઝારખંડ, દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, છત્તીસગઢ, પંજાબ અને કર્ણાટક (વિશાખાપટ્ટનમ) ના કવિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રામજીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો.



