NATIONAL

કિયા Syros વર્લ્ડ પ્રીમિયર: બોલ્ડ ડિઝાઇનનું મિશ્રણ ઓફર કરતી ક્રાંતિકારી SUV, સ્માર્ટ કનેક્ટિવીટી, અને એડવાન્સ્ડ સેફ્ટી ફીચર્સ

  • લેવલ 2 ADAS સાથે 16-ઓટોનોમસ સેફ્ટી ફીચર્સ અને 20 મજબૂત Hi સ્ટાન્ડર્ડ સેફ્ટી પેકેજથી સજ્જ
  • કિયા કનેક્ટ 2.0 અદ્યતન ફીચર્સ લાવે છે જેમ કે રિયલ-ટાઇમ ડાયગ્નોસ્ટિક્સ અને ઓવર-ધ-એર (OTA) સોફ્ટવેર અપડેટ્સ લાવે છે
  • કનેક્ટેડ કાર નેવિગેશન કોકપિટ-–76.2cm (30”) ટ્રિનીટી પેનોરમિક ડીસ્પ્લે પેનલ
  • Syros સેગમેન્ટમાં સૌપ્રથમ વખત રિયર સિટ સ્લાઇડ, રિક્લાઇન અને વેન્ટીલેશન ઓફર કરે છે
  • Syros કિયામાં પ્રથમ વખત સ્માર્ટટ્રીમ 0 ટર્બો GDI સાથે 6MT કંફીગરેશન સાથે આવે છે

નવી દિલ્હી, ભારત – 19 ડિસે. 2024: કિયા ઇન્ડિયાએ જેની લાંબા સમયથી પ્રતીક્ષા હતી તેવી કિયા Syros લોન્ચ કરી છે, જે એક ક્રાંતિકારી SUV છે, જે ડિઝાઇન, ટેકનોલોજી, અને સ્પેસમાં નવા ધોરણો સ્થાપિત કરવા સજ્જ છે. અત્યંત ભાર મુકાયેલ K1 પ્લેટફોર્મ પર તૈયાર કરાયેલ Syros શહેરી ડ્રાઇવરો અને ટેક-સેવી સાહસોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવી છે, જેમાં સર્વતોમુખીતાને અદ્યતન એડવાન્સમેન્ટ્સ સાથે મિશ્રીત કરવામાં આવી છે. આ મોડેલ સેગમેન્ટમાં સૌપ્રથમ વખત રિયર સ્લાઇડીંગ, રિક્લાઇનીંગ અને વેન્ટીલેટેડ બેઠકો સાથે અન્ય અનેક અતુલનીય ફીચર્સ જેમ કે ડ્યૂઅલ-પેન પેનોરમિક સનરુફ અને લેવલ 2 ADAS સાથે 16 ઓટોનોમસ સેફ્ટી ફીચર્સનો સમાવેશ કરે છે, તેમજ તેમાં 20 રોબસ્ટ Hi સ્ટાન્ડર્ડ સેફ્ટી પેકેજના વ્યાપક સમૂહનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે.

ડિઝાઇનઃ નક્કર અદ્યતનતા ફંકશનલ નવીનતાને મળે છે

Syrosની બહારની બાજુએ કિયાની “ઓપોઝીટ્સ યુનાઇટેડ” વિચારધારાને લગાવવામાં આવી છે, જે સરળતાથી નક્કર કલાત્મકતાને ફંકશનલ સર્વતોમુખીતા સાથે મિશ્રીત કરે છે. તેની ધ્યાનાકર્ષક ડિઝાઇન સૌનું ધ્યાન ખેંચે છે, જેની પર કિયાની સિગ્નેચર ડિજીટલ ટાઇગર ફેસ સ્ટારમેપ એલઇડી લાઇટીંગ દ્વારા ભાર મુકવામાં આવ્યો છે, જે ફ્યુચરાસ્ટિક, અદ્યતન દેખાવ આપે છે. અલગ પડતો કિયા સિગ્નેચર ડિજીટલ ટાઇગર ફેસ વધુમાં તેની માર્ગ હાજરીમાં પ્રભુત્વ ધરાવે છે, જ્યારે R17 (43.66 cm) ક્રિસ્ટલ કટ એલોય વ્હીલ્સ, સ્ટ્રીમલાઇન ડોર હેન્ડલ્સ, પુડલ લેમ્પ્સ સાથે કિયા લોગો પ્રોજેક્શન અને ખડતલ રેખાઓ ધરાવે છે જે દરેક વ્હિકલના ડાયનેમિક અને સ્ટેન્ડઆઉટ અપીલમાં યોગદાન આપે છે.

ઇન્ટેરિયરઃ આરામ અને સર્વોતોમુખીતાને પુનઃવ્યાખ્યાયિત કરતા

2,550mm વ્હીલબેઝ સાથે, Syros કેબિન સેગમેન્ટમાં પ્રથમ વખત સ્લાઇડિંગ અને રિક્લાઇનિંગ, 60:40 સ્પ્લિટ રીઅર સીટો સાથે પુનઃકલ્પિત આંતરિક અનુભવ પ્રદાન કરે છે જે એડજસ્ટેબલ બૂટ સ્પેસને સક્ષમ કરે છે. આગળ અને પાછળની વેન્ટિલેટેડ બેઠકો આરામ અને વૈવિધ્યતાને ફરીથી વ્યાખ્યાયિત કરે છે. કેબિનને 76.2cm (30”) ટ્રિનિટી પેનોરેમિક ડિસ્પ્લે પેનલ – કનેક્ટેડ કાર નેવિગેશન કોકપિટ, ડ્યુઅલ-પેન પેનોરેમિક સનરૂફ, સ્પોર્ટી એલોય પેડલ્સ અને 64 કલર એમ્બિયન્ટ મૂડ લાઇટિંગ, ડબલ ડી-કટ સ્ટીયરિંગ વ્હીલ, 4-Wayથી સજ્જ ડ્રાઈવર સીટ સાથે આધુનિક લક્ઝરીના વાતાવરણનું સર્જન કરે છે.

કિયા ઇન્ડિયાના એમડી અને સીઇઓ શ્રી ગ્વાન્ગુ લીએ બ્રાન્ડના વિઝનને સ્પષ્ટ કરતા જણાવ્યું હતુ કે:કિયા ઈન્ડિયા હંમેશા ચેલેન્જર સ્પિરિટથી પ્રેરિત છે, જે ઈનોવેશન, ટેક્નોલોજી અને ગ્રાહક-કેન્દ્રિત ડિઝાઈન પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા સાથે ઓટોમોટિવ ઉદ્યોગમાં નવા માપદંડો સ્થાપિત કરે છે. દેશભરમાં વધતી જતી હાજરી અને ઉચ્ચ-ગુણવત્તાવાળા, મહત્વાકાંક્ષી વાહનોની ડિલિવરી પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે, પ્રથમ લોન્ચ પછીની અમારી સફર નોંધપાત્રથી ઓછી રહી નથી. Syros સાથે, અમે અમારા પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં વધુ વધારો કરી રહ્યા છીએ, SUVની નવી પ્રજાતિઓ ઓફર કરીએ છીએ જે શ્રેષ્ઠ આરામ, અદ્યતન ટેકનોલોજી અને બોલ્ડ ડિઝાઇનનું સંયોજન કરે છે”.

ટેકનોલોજી અને કનેક્ટિવીટી: સિમલેસ ઇન્ટીગ્રેશન અને કંટ્રોલ

સેગમેન્ટમાં સૌપ્રથમ વખતના ફીચર્સને સમાવતા, Syros 80+ કનેક્ટેડ ફીચર્સ સાથે બેજોડ સગવડ અને અદ્યતન કનેક્ટિવિટી સાથે ડ્રાઇવિંગ અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કરે છે. આ વાહન 76.2cm (30”) ટ્રિનિટી પેનોરેમિક ડિસ્પ્લે પેનલ ધરાવે છે, જે એક તરબોળ અને યુઝર-ફ્રેન્ડલી ઈન્ટરફેસ પ્રદાન કરે છે જે વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે એકીકૃત રીતે સંકલિત થાય છે, જે ડ્રાઈવરોને તેમની મનપસંદ એપ્લિકેશનો અને મીડિયાને સહેલાઈથી ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે. વધુમાં, Syros 22 કંટ્રોલર્સના સ્વચાલિત અપડેટ સાથે સેગમેન્ટમાં સૌપ્રથમ વખત ઓવર-ધ-એર (OTA) સોફ્ટવેર અપડેટ્સ ઓફર કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે વાહન હંમેશા ડીલરશીપ મુલાકાતની જરૂરિયાત વિના પણ નવીનતમ સોફ્ટવેર અને સુવિધાઓથી સજ્જ છે.

Syros એ ઉન્નત અનુભવ માટે હરમન કાર્ડન પ્રીમિયમ 8 સ્પીકર્સ સાઉન્ડ સિસ્ટમ, સ્માર્ટફોન વાયરલેસ ચાર્જર જેવી સુવિધાઓ રજૂ કરી છે. કૉલ સેન્ટર-આસિસ્ટેડ નેવિગેશન સાથે, ડ્રાઇવરો જ્યાં પણ તેમની મુસાફરી કરે છે ત્યાં રીઅલ-ટાઇમ માર્ગદર્શનનો આનંદ માણી શકે છે.

સુરક્ષા અને પર્ફોમન્સ: ડ્રાઇવિંગનો આત્મવિશ્વાસ, પુનઃવ્યાખ્યાયિત

સલામતી એ કિયાની ડિઝાઇન ફિલસૂફીનો પાયાનો પથ્થર છે અને Syros આ પ્રતિબદ્ધતાને અદ્યતન સુવિધાઓના વ્યાપક સમૂહ સાથે ઉદાહરણ આપે છે. ભાર મુકાયેલ K1 પ્લેટફોર્મ પર બનેલ, Syros શ્રેષ્ઠ માળખાકીય અખંડિતતાને સુનિશ્ચિત કરે છે, જે ઉન્નત ક્રેશ સુરક્ષા અને સ્થિરતા પ્રદાન કરે છે. ADAS લેવલ 2થી સજ્જ, તે 16 ઓટોનોમસ ડ્રાઇવિંગ સહાયક સુવિધાઓ ધરાવે છે, જેમાં ફોરવર્ડ કોલિઝન અવોઇડન્સ આસિસ્ટ, લેન કીપ આસિસ્ટ, બ્લાઇન્ડ વ્યૂ મોનિટર સાથે 360 ડિગ્રી કેમેરા અને સ્ટોપ એન્ડ ગો સાથે સ્માર્ટ ક્રૂઝ કંટ્રોલ, સુરક્ષિત, વધુ સાહજિક ડ્રાઇવિંગ અનુભવ પ્રદાન કરે છે.

Syros 20 સ્ટાન્ડર્ડ મજબૂત ઉચ્ચ સુરક્ષાવાળા ફીચર્સથી પણ સજ્જ છે, જેમ કે ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ કંટ્રોલ, છ એરબેગ્સ, વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ, ઓટો હોલ્ડ સાથે ઈલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક, ડ્રાઈવર અને મુસાફરો બંને માટે મહત્તમ સુરક્ષા સુનિશ્ચિત કરે છે. Kia Connect 2.0 મનની શાંતિ સાથે કનેક્ટિવિટીને એકીકૃત કરીને, SOS ઇમરજન્સી સપોર્ટ, રીઅલ-ટાઇમ ડાયગ્નોસ્ટિક્સ અને ચોરેલા વાહન ટ્રેકિંગની ઓફર કરીને સલામતીને આધુનિક યુગ માટે એક આવશ્યક ડ્રાઇવિંગ સ્ટાન્ડર્ડમાં રૂપાંતરિત કરીને સલામતીને વધારે છે.

હૂડ હેઠળ, Syros 88.3 kW (120PS)/172Nmand 1.5-લિટર CRDi ડીઝલ સાથે મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે 85 kW (116PS)/ 250Nm એમ બે એન્જિન વિકલ્પો સાથે Smartstream1.0-લિટર ટર્બો પેટ્રોલ ધરાવે છે. 2550mmના લાંબા વ્હીલબેઝ અને રિફાઇન્ડ સસ્પેન્શન સાથે, Syros શહેરની ડ્રાઈવ માટે ચપળતા સંતુલિત કરીને શ્રેષ્ઠ રાઈડ ગુણવત્તા સુનિશ્ચિત કરે છે.

કિયા Syros ચાર સ્ટાન્ડર્ડ ટ્રિમ અને 2 વિકલ્પ ટ્રિમ HTK, HTK (O), HTK+, HTX, અને HTX+, HTX+(O)માં ઉપલબ્ધ બનશે – ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો અને પસંદગીઓને પૂરી કરવા માટે વિકલ્પોની શ્રેણી ઓફર કરે છે.

Syros સાથે, કિયા ઇન્ડિયા નવીનતા, ડિઝાઇન અને ગ્રાહક સંતોષની સીમાઓને આગળ વધારતા, ઓટોમોટિવ ઉદ્યોગમાં અગ્રણી તરીકે તેના વલણને મજબૂત બનાવે છે.

Back to top button
error: Content is protected !!