NATIONAL

મોડી રાતે જંતર-મંતર પર પોલીસ અને રેસલરો વચ્ચે અથડામણ,

મોડી રાત્રે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહીની માગણી સાથે દિલ્હીના જંતર-મંતર પર ધરણા કરી રહેલા કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. કુશ્તીબાજો નો આરોપ છે કે વરસાદને કારણે તેઓએ બેડ મગાવ્યા હતા.  પોલીસ ધરણાં સ્થળ પર પહોંચે તે પહેલા આ બેડને અટકાવ્યા હતા. આ દરમિયાન પોલીસ અને દેખાવકારો વચ્ચે ઝપાઝપી થઈ હતી. અહેવાલો અનુસાર દુષ્યંત ફોગાટ સહિત બે કુશ્તીબાજો ઘાયલ થયા છે. જ્યારે ફોલ્ડિંગ બેડ સાથે જંતર-મંતર પહોંચેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીને પોલીસે કસ્ટડીમાં લઈ લેવાયા છે. બાદમાં તેને છોડી મૂકવામાં આવ્યા હતા. આ ઘટના બાદ જંતર-મંતર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ દરમિયાન પોલીસે 40થી વધુ લોકોની અટકાયત કરી હતી.

કુસ્તીબાજ બજરંગ પુનિયાનો આરોપ છે કે પોલીસકર્મીઓએ વિરોધ કરી રહેલી મહિલા રેસલર્સ સાથે દુર્વ્યવહાર કર્યો અને મારપીટ કરી. અમને સમગ્ર દેશના સમર્થનની જરૂર છે, દરેક વ્યક્તિએ દિલ્હી આવવું જોઈએ, એમ તેમણે કહ્યું. પોલીસ અમારી વિરુદ્ધ બળપ્રયોગ કરી રહી છે. મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે બ્રિજભૂષણ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ રહી નથી. આ સિવાય કુશ્તીબાજોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે કેટલાક બહારના લોકોએ દારૂ પીને હંગામો મચાવ્યો હતો અને ગેરવર્તણૂક પણ કરી હતી.

જ્યારે રેસલર વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક મોડી રાત્રે મીડિયા સાથે વાત કરતા રડી પડ્યા હતા. તેમણે કહ્યું કે તે એક સ્પોર્ટ્સપર્સન છે જેણે દેશનું નામ રોશન કર્યું છે, પરંતુ તેનીમ સાથે એક ગુનેગાર જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.  આંખોમાં આંસુ સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા વિનેશ ફોગાટે કહ્યું કે જો તમે અમને મારવા માંગતા હોવ તો અમને મારી નાખો. શું અમે આ દિવસ જોવા માટે દેશ માટે મેડલ જીત્યા હતા? અમે જમ્યા પણ નથી. શું પુરુષોને સ્ત્રીઓ સાથે ખરાબ વર્તન કરવાનો અધિકાર છે? આ પોલીસકર્મીઓ પાસે બંદૂકો છે, તેઓ અમને મારી શકે છે. વિનેશે કહ્યું, મહિલા પોલીસ અધિકારીઓ ક્યાં છે? પુરુષ અધિકારીઓ અમને આ રીતે કેવી રીતે દબાણ કરી શકે. અમે ગુનેગાર નથી. નશામાં ધૂત પોલીસ અધિકારીએ મારા ભાઈનું માથું ફોડી નાખ્યું.

ભારતની દિગ્ગજ રેસલર ગીતા ફોગાટે આ મામલે ટ્વિટ કર્યું છે. તેણે લખ્યું, “પોલીસ દ્વારા જંતર-મંતર પર કુશ્તીબાજો પર હુમલો, જેમાં મારા નાના ભાઈ દુષ્યંત ફોગટનું માથું ફાડી નાખવામાં આવ્યું અને અન્ય એક કુશ્તીબાજો પણ ઘાયલ થયો. આ ખૂબ જ શરમજનક છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!