GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી ૨૦.૯૫ લાખના ચેક રીટર્ન કેસમાં ડબલ રકમનો દંડ, એક વર્ષની સજા

MORBI મોરબી ૨૦.૯૫ લાખના ચેક રીટર્ન કેસમાં ડબલ રકમનો દંડ, એક વર્ષની સજા

 

 

ચેક રીટર્ન કેસમાં આરોપી બિલેશ્વર સિરામિકના ઓથોરાઇઝડ પર્સન રમણીકભાઈ વશરામભાઈ કાસુન્દ્રાને દંડ સહીત રૂ ૪૧.૯૧ લાખ ચુકવવા અને એક વર્ષની કેદની સજા કોર્ટે ફટકારી છે

જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી અને આરોપી વચ્ચે વ્યાપારિક સંબંધ હોવાથી આરોપીને ધંધામાં રૂપિયાની જરૂરત પડતા ફરિયાદી પાસે વિટ્રીફાઈડ ટાઈલ્સ ખરીદી કરી હતી જે માલની રકમ પેટે ફરિયાદીને આરોપી પાસે રૂ ૨૦,૯૫,૮૧૪ લેણી બાકી નીકળતી હતી જે પેટે ચેક આપ્યો હતો જે બેંકમાં નાખતા ચેક બાઉન્સ થયો હતો જેથી ફરિયાદી મીકુલ જયંતીભાઈ સવસાણીએ ધી નેગોશીયેબલ ઇન્સ્ત્રુંમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબ મોરબીના મહે. બીજા એડી ચીફ જ્યુડી મેજી સાહેબની કોર્ટમાં વકીલ હરિલાલ એમ ભોરણીયા મારફત કેશ દાખલ કર્યો હતો

જે કેસ ચાલી જતા મોરબી કોર્ટે આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેકની બાકી નીકળતી રકમ રૂ ૨૦,૯૫,૮૧૪ ની ડબલ રકમ રૂ ૪૧,૯૧,૬૨૮ નો દંડ અને દંડમાંથી ફરિયાદીને ચેકની રકમ ફરિયાદ તારીખથી વાર્ષિક ૯ ટકા વ્યાજ સહીત ચુકવવા અને અને દંડ ભરવામાં કસુર થયે વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે

જે કેસમાં ફરિયાદી તરફે મોરબીના વકીલ એચ એમ ભોરણીયા, પ્રદિપ કે કાટીયા,હિરલ આર નાયક, ચીરાગ ભાઈ  કંઝારીયા, મિતાલી ભોજાણી,દલસાણીયા ઈશીતા,પટેલ જાનવી,આદ્વોજા શર્મિલા, સાક્ષી વિડજા,કૈલા દ્વષ્ટિ, અર્જુન ઉભડીયા,નીશાબેન એલ વડસોલા તથા રોકાયેલા

Back to top button
error: Content is protected !!