GUJARATJUNAGADHKESHOD

કેશોદ પોલીસ દ્વારા ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’ અંતર્ગત સંવાદ કાર્યક્રમ યોજાયો

કેશોદ પોલીસ દ્વારા ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’ અંતર્ગત સંવાદ કાર્યક્રમ યોજાયો

જુનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ની ઉપસ્થિતિમાં કેશોદ ખાતે ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી અંતર્ગત સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જુનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા નું પુષ્પગુચ્છ આપી સ્વાગત કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી સી ઠકકર દ્વારા અને ડીવાયએસપી બી સી ઠકકર નું પોલીસ ઈન્સપેકટર પી એ જાદવ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યાં બાદ શાબ્દિક સ્વાગત ડીવાયએસપી બી સી ઠકકર દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓથી લઈને નાનામાં નાના પોલીસ કર્મી સુધી સૌ પ્રજાહિત અને સમાજ જીવનની શાંતિ- સુરક્ષાની સમાન વિચારધારા સાથે કાર્યરત રહી ડ્રગ્સના દૂષણ સામે ઝીરો ટોલરન્સની નીતિથી પેશ આવી ડ્રગ પેડલર્સના મૂળ સુધી પહોંચી દુષણ દુર કરવા ઉપરાંત સાયબર ક્રાઈમ હેઠળ નાનાં અને મધ્યમ વર્ગના લોકો છેતરપિંડી ના ભોગ બની રહ્યાં છે જેમાં જાગૃતતા લાવવા અને ગુનાખોરી અટકાવવા અને ગુનેગાર ની ઓળખ મેળવી ધોરણસરની કાર્યવાહી કરવામાં અને કાયદાકીય રીતે માહિતગાર કરી સામાન્ય લોકોનો વિશ્વાસ મેળવવા કેશોદ ખાતે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જુનાગઢ જીલ્લા પોલીસ તંત્ર ની સાથે કેશોદ પોલીસ વિભાગ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યું છે. ટેકનોલોજી નો મહત્તમ ઉપયોગ અને અન્ય વિભાગો સાથે પોલીસ દળના સંકલન કરી લોકોની સુખાકારી માટે કેશોદ પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. કેશોદ શહેર અને આસપાસના વિસ્તારમાં કેશોદ પોલીસ વિભાગ નું મહત્વનું યોગદાન રહ્યું છે પરિણામ સ્વરૂપે કેશોદ આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિક એકમો અને વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિ થઈ રહી છે. જુનાગઢ જીલ્લા પોલીસની આગવી પહેલરૂપ પોલીસ કોમ્યુનિટી પોર્ટલ ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’ અંતર્ગત નાગરિકોના પ્રશ્નોનું સીધુ નિરાકરણ આવે અને પોલીસની સમાજ પાસે અપેક્ષાઓ, માહિતીની જાણકારી તેમજ અન્ય પોલીસ કાર્યવાહીમાં મદદરૂપ થઈ શકાય એનો યોજાયેલા લોક સંવાદ કાર્યક્રમમાં પોલીસ વિભાગના અધિકારીઓ અને નગર શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યાં હતાં જુનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા ડ્રગ્સના દૂષણ સામે ઝીરો ટોલરન્સ થી પેશ આવીને મૂળ સુધી પહોંચવાની સાથે સમગ્ર જીલ્લાના યુવાધનને ડ્રગ્સના દુષણથી બચાવવા પોલીસતંત્ર સકારાત્મક ભૂમિકા નિભાવે છે ત્યારે પ્રજાજનો તરફથી સહકાર મળે, ઓટીપી મેળવી થતાં સાયબર ક્રાઈમ ઘટાડવા જાગૃત બનવા છેતરપિંડી નો ભોગ બનો તો તુરંત પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી ગુનેગારોના મુળ સુધી પહોંચવા મદદરૂપ થવા અને સીસીટીવી કેમેરા લોકભાગીદારીથી લગાવી ગુનેગારને ઝડપી લેવામાં મદદરૂપ થવા અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ ભુપેન્દ્રભાઈ જોષીએ કર્યું હતું

 

બાયલાયન : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!