CHHOTA UDAIPURGUJARATNASAVADI

છોટાઉદેપુર ખાતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહાત્મા ગાંધી સર્કલથી દરબાર હોલ સુધીની પદયાત્રા યોજાઈ

મૂકેશ પરમાર નસવાડી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત અને દેશનું સુકાન સંભાળ્યું તેને ૨૩ વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે તેમના નેતૃત્વમાં દેશ અને વિશેષ કરીને ગુજરાતમાં થયેલા વિકાસને યાદ કરવાનો અને તેનું સ્મરણ કરવાનો અવસર ‘વિકાસ સપ્તાહ’ તરીકે રાજ્યમાં ઉજવાઈ રહ્યો છે. ત્યારે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યમંત્રીશ્રી અને છોટાઉદેપુર જિલ્લના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં વિકાસ પદયાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં ઉપસ્થિત મહાનુભાવોએ મહત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી મહત્મા ગાંધી સર્કલથી દરબાર હોલ સુધી યાત્રા યોજાઈ હતી. નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાંના ભાગરૂપે વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર ખાતે ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, ધારાસભ્યશ્રી જયંતિભાઈ રાઠવા, ધારાસભ્યશ્રી અભેસિંહભાઈ તડવી, જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, જેમાં જિલ્લાના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ, પોલીસ જવાનો ઉત્સાહભેર જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!