MORBl:મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામકશ્રીની ભુજ બદલી થતાં વિદાયમાં અપાયું

MORBl:મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામકશ્રીની ભુજ બદલી થતાં વિદાયમાં અપાયું
શ્રી ઘનશ્યામ પેડવાની તેમના વતનમાં બદલી થતાં જિલ્લા માહિતી પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી
મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે સહાયક માહિતી નિયામક તરીકે ફરજ બજાવતા શ્રી ઘનશ્યામ પેડવાની જિલ્લા માહિતી કચેરી ભુજ (કચ્છ) ખાતે બદલી થતાં મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી.
વર્ષ ૨૦૧૯ માં ૨૪ જુલાઈના રોજ મોરબી જિલ્લા માહિતી કચેરીમાં કચેરીના વડા તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા શ્રી ઘનશ્યામ પેડવા ભુજ માહિતી કચેરી ખાતે સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત હતા. આ સમયગાળા દરમિયાન માહિતી નિયામકશ્રીની કચેરી દ્વારા લેવામાં આવેલ સહાયક માહિતી નિયામકની પરીક્ષામાં પાસ થતા તેમની મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે સહાયક માહિતી નિયામક તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આમ જોતા સહાયક માહિતી નિયામક તરીકે તેમનું મોરબી પ્રથમ પોસ્ટિંગ હતું. મોરબી ખાતે પાંચ વર્ષની નોકરી પૂરી કર્યા બાદ શ્રી ઘનશ્યામ પેડવાની તેમના વતનમાં કચ્છ ખાતે બદલી થતાં માહિતી પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવી લાગણીસભર વિદાયમાન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેમેરામેનશ્રી ભરતભાઈ ફુલતરીયા, માહિતી મદદનીશશ્રી બળવંતસિંહ જાડેજા, સિનિયર ક્લાર્કશ્રી એ.પી. ગઢવી, ફોટોગ્રાફરશ્રી પ્રવીણભાઈ સનાળિયા તેમજ અન્ય સ્ટાફમાં કિશોરપરી ગોસ્વામી, જયેશભાઈ વ્યાસ અને અજયભાઈ મુછડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.






