વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*કંટ્રોલ રૂમ સોમવાર થી શનિવાર દરમિયાન સવારે ૦૮:૦૦ કલાક થી સાંજના ૨૦:૦૦ કલાક સુધી કાર્યરત રહેશે*
નવસારી,તા.૦૨: નવસારી જિલ્લામાં ખરીફ પાકોનું વાવેતર ચાલુ થઇ ગયેલ છે તેમજ ખરીફ પાકોને જરૂરી ખાતરની ખરીદી ખેડૂતો દ્વારા થઇ રહી છે. ખેડૂતો દ્વારા ખાતર ખરીદીમાં વધારો થઇ રહેલ હોય, હાલના સંજોગોમાં જિલ્લાના તમામ વિસ્તારોમાં દરેક પ્રકારના ખાતરોની ઉપલબ્ધી રહે અને ખેડૂતોને ખાતર ખરીદીમાં કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે બાબતનું આયોજન નાયબ ખેતી નિયામક (વિ.) નવસારી દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાસાયણિક ખાતરની ખરીદી કે ઉપલબ્ધતા બાબતે ખેડૂતોને મુશ્કેલી ધ્યાને આવે તો તેની રજુઆત કે નિવારણ માટે જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ કંટ્રોલ રૂમ સોમવાર થી શનિવાર દરમિયાન સવારે ૦૮:૦૦ કલાક થી સાંજના ૨૦:૦૦ કલાક સુધી કાર્યરત રહેશે. રાસાયણિક ખાતરો જેવા કે, યુરીયા, ડી.એ.પી, એમ.ઓ.પી, એન.પી.કે કોમ્પલેક્ષ, વગેરેની ખરીદીમાં અન્ય પ્રકારની ખેત સામગ્રી/ખાતરોનું ફરજીયાત ખરીદ કરવા દબાણ કરવામાં આવે તો તેની રજુઆત પણ કંટ્રોલ રૂમ ખાતે કરી શકાશે. વધુમાં તમામ ખાતર ઉત્પાદક કંપની દ્વારા સતત સપ્લાય પ્લાન મુજબનો ખાતરનો જથ્થો જિલ્લામાં પહોંચાડવામાં આવી રહ્યો હોય માટે ખેડૂતા મિત્રોને હાલની જરૂરીયાત મુજબ ખાતર ખરીદવા અને બીન જરૂરી જરૂરીયાતથી વધારે ખાતર ખરીદી કે સંગ્રહ ન કરવા નાયબ ખેતી નિયામકશ્રી (વિ.) નવસારી દ્વારા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત ખાતર સબંધિત રજુઆત કે ફરીયાદના નિવારણ માટે નવસારી જિલ્લામાં નાયબ ખેતી નિયામકશ્રી (વિ.) ની કચેરી, નવસારી ખાતે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ કાર્યરત છે. જેનો ફોન નંબર (૦૨૬૩૭) ૨૫૮૮૫૧ છે. તેમજ આવી રજુઆત તાલુકા કક્ષાએ પણ સબંધિત તાલુકાના ખેતી અધિકારીને કરી શકાશે એમ નાયબ ખેતી નિયામક(વિ.)ની અખબારી યાદીમાં જણાવાયું છે.