આણંદ તિરંગા યાત્રા યોજાય- 5 હજાર લોકોએ દેશભક્તિનો જોશ બતાવ્યો
આણંદ તિરંગા યાત્રા યોજાય- 5 હજાર લોકોએ દેશભક્તિનો જોશ બતાવ્યો
તાહિર મેમણ – આણંદ – આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” અને “સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ” થીમ સાથે યાત્રાની શરૂઆત થઈ.
શહેરના ટાઉનહોલથી શરૂ થયેલી યાત્રામાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી અને જિલ્લા પોલીસ અધિક્ષક જી.જી.જસાણી જોડાયા. એન.સી.સી, હોમગાર્ડ અને ટી.આર.બી જવાનોએ પણ યાત્રામાં ભાગ લીધો.
યાત્રામાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને જિલ્લાના પદાધિકારીઓની સાથે ભાજપના આગેવાનો-કાર્યકરો પણ જોડાયા. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને નગરજનો સહિત કુલ 5 હજારથી વધુ લોકોએ યાત્રામાં ભાગ લીધો.
યાત્રા એ.પી.સી સર્કલ અને ભાઈકાકા સ્ટેચ્યૂ થઈને વિદ્યાનગર સ્થિત શહીદચોક સુધી પહોંચી. યાત્રા દરમિયાન “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના નારાઓથી આણંદ-વિદ્યાનગર રોડ ગુંજી ઉઠ્યો. શહીદચોક ખાતે યાત્રાનું સમાપન થયું.