નવ યુવાનોએ એક મહિલા પર સામૂહિક ગેંગરેપ કરી સોશિયલ મીડિયામાં તેનો વીડિયો પણ વાયરલ કર્યો

આસામની રાજધાની ગુવહાટીમાં થયેલા ગેંગરેપમાં પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી છે. મુ્ખ્ય આરોપી રબીન દાસ 1000 રુપિયામાં મહિલાને લઈ આવ્યો હતો અને પછી મિત્રોને બોલાવીને દુષ્કર્મ આચર્યું હતું. ગુવાહાટી પોલીસે શહેરના બોરાગાંવ વિસ્તારને હચમચાવી નાખનાર ભીષણ સામૂહિક બળાત્કાર કેસમાં છેલ્લા આરોપીની ધરપકડ કરી છે. નવમા આરોપી કૃષ્ણા બર્મનને શુક્રવારે મોડી રાત્રે ધુબરી જિલ્લાના ગોલકગંજમાંથી વ્યાપક શોધખોળ બાદ ધરપકડ કરવામાં આવી હતી.
આ ઘૃણાસ્પદ ગુનો 17 નવેમ્બરના રોજ નિજરાપર વિસ્તારમાં દુર્ગા મંદિરમાં થયો હતો, જ્યાં નવ યુવાનોએ એક મહિલા પર સામૂહિક ગેંગરેપ કર્યો હતો. આરોપીઓએ સોશિયલ મીડિયામાં તેનો વીડિયો પણ વાયરલ કર્યો હતો જેનાથી વ્યાપક આક્રોશ ફેલાયો હતો અને પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી.
ઘટનાની ભયાનક વિગતો આપતાં એક આરોપી મૃણાલ રાભાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. રાભાના કહેવા પ્રમાણે, રબીન દાસ એક મહિલાને 1000 રૂપિયા આપીને મહિલાને આ એરિયામાં લઈઆવ્યાં હતા, તેઓ ગેંગરેપ કરવા માટે જ મહિલાને લઈ આવ્યાં હતા. ત્યાર બાદ બીજા મિત્રોને બોલાવાયા હતા અને આ રીતે 9 લોકોએ વારાફરતી તેની પર દુષ્ક્રમ આચર્યું હતું. ક્રિષ્ના બર્મન અને રબીન દાસે આ ઘૃણાસ્પદ કૃત્ય રેકોર્ડ કર્યું હતું, જે બાદમાં ઓનલાઈન શેર કરવામાં આવ્યું હતું. મહિલાને કથિત રીતે જલુકબારીથી નિઝારાપરના દુર્ગા મંદિરમાં લાવવામાં આવી હતી, જ્યાં ટોળકીએ માત્ર તેના પર યૌન હુમલો જ ન કર્યો પરંતુ અશ્લિલ કૃત્યનો વીડિયો પણ ઉતારીને શેર કર્યો હતો.



