NATIONAL

10મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા ‘નીતિશ કુમાર’, PM મોદી હાજર રહ્યા

બિહારમાં વિધાનસભા ચૂંટણી બાદ આજે NDA સરકારની રચના થઈ છે. પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આયોજિત સમારોહમાં જનતા દળ યુનાઈટેડના સર્વોચ્ચ નેતા નીતિશ કુમારે રેકોર્ડબ્રેક 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. બિહારના રાજ્યપાલ મોહમ્મદ આરિફ ખાને તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા.

નીતિશ કુમારની સાથે તેમની કેબિનેટમાં કુલ 26 મંત્રીઓ રહેશે. જેમાં ભારતીય જનતા પાર્ટીના 14, જનતા દળ યુનાઈટેડના 8 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા. 26માંથી ત્રણ મહિલા મંત્રી છે જ્યારે એક મુસ્લિમને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી તરફથી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર નાયબ મુખ્યમંત્રી બન્યા.

શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ જે પી નડ્ડા તથા NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રી તથા કેટલાક કેન્દ્રીય મંત્રી હાજર રહ્યા હતા.

નીતિશ કુમારે 10મી વખત મુખ્યમંત્રી પદના શપથ લઈને ઈતિહાસ રચ્યો. તેઓ નવેમ્બર 2005માં પહેલી વખત મુખ્યમંત્રી બન્યા હતા. તે બાદ તેમણે 2010, 2015માં બે વખત, 2017, 2020, 2022માં બે વખત અને 2024માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

ભાજપના ધારાસભ્ય દળના નેતા સમ્રાટ ચૌધરીએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા. તેમના બાદ વિજય સિન્હાએ પણ બીજા નાયબ મુખ્યમંત્રી તરીકે પદના શપથ લીધા હતા.

બિહારમાં નીતીશ કુમારના નેતૃત્વમાં બની રહેલી નવી NDA સરકારમાં સામેલ થનારા મંત્રીઓના નામ નક્કી થઈ ગયા છે. મુખ્યમંત્રી નીતીશ કુમારની સાથે કુલ 25 સંભવિત મંત્રીઓ આજે શપથ ગ્રહણ કરશે. મંત્રીમંડળમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને સૌથી વધુ હિસ્સો મળ્યો છે, જેમાં બે નાયબ મુખ્યમંત્રી સહિત કુલ 14 મંત્રીઓનો સમાવેશ થાય છે.

નીતિશ કુમાર આજે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. NDAના સહયોગીઓ વચ્ચે બેઠકો અને વિભાગો વહેંચવામાં આવ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ગયાના ધારાસભ્ય પ્રેમ કુમાર વિધાનસભાના અધ્યક્ષ બનશે.

હિન્દુસ્તાની અવામ મોરચા (સેક્યુલર)માંથી કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીના પુત્ર સંતોષ કુમાર સુમન અને રાષ્ટ્રીય લોક મોરચા (આરએલએમ) ક્વોટામાંથી પાર્ટીના વડા ઉપેન્દ્ર કુશવાહાના પત્ની સ્નેહલતા કુશવાહ મંત્રી તરીકે શપથ લેશે.

નીતિશ કુમારના મંત્રીમંડળમાં ચિરાગ પાસવાનની આગેવાની હેઠળની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)નો પણ સમાવેશ થશે. પ્રદેશ પ્રમુખ રાજુ તિવારી પાર્ટીના ક્વોટામાંથી મંત્રી તરીકે શપથ લેશે.

બિહારની નવી નીતિશ કુમાર સરકારમાં JDU ક્વોટામાંથી અશોક ચૌધરી સહિત કુલ આઠ મંત્રીઓની નિમણૂક કરવામાં આવશે. નીતિશ કુમાર સરકારમાં JDU મંત્રીઓની સંભવિત યાદીમાં શ્રવણ કુમાર, વિજેન્દ્ર યાદવ, જમા ખાન અને મદન સાહની તેમજ લેશી સિંહના રૂપમાં એક મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે.

Back to top button
error: Content is protected !!