ભારતમાં કોરોનાના 1-2 નહીં પણ 4 નવા વેરિઅન્ટ, ગુજરાતમાં ધીમી ગતિએ પગપેસારો 68 નવા કેસ

દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. ચીન, હોંગકોંગ અને સિંગાપોરમાં કેસોમાં વધારો થયા પછી, હવે ભારતના ઘણા રાજ્યોમાં સંક્રમણના કેસ અને મૃત્યુમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોનાના 1000થી વધુ સક્રિય કેસ નોંધાયા છે. દિલ્હી સહિત ઘણા રાજ્યોની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. દક્ષિણના મુખ્ય રાજ્યમાં કોવિડ-19ના 430 કેસ નોંધાયા છે. ચિંતાજનક બાબત એ છે કે વાયરસના ચાર નવા વેરિઅન્ટ્સ – JN.1, NB.1.8.1, LF.7 અને અન્ય પ્રકાર – દેશભરમાં ફેલાઈ રહ્યા છે. આ વેરિઅન્ટ ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ્સ છે અને ઝડપથી ફેલાય છે, જોકે મોટાભાગના કિસ્સાઓમાં લક્ષણો હળવા રહ્યા છે.
દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સંક્રમિતોનો આંકડો 1000ને પાર થઈ ગયો છે. રાજધાની દિલ્હી, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, કેરળ સહિત મોટાભાગના રાજ્યોમાં કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે વાત કરીએ ગુજરાતની તો રાજ્યમાં આજે (30 મે) કોરોના વાયરસના 68 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 265 એક્ટિવ કેસ છે, જેમાંથી 11 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે, જ્યારે 254ને હોમ આઇસોલેશનમાં રખાયા છે. બીજી તરફ આજે 26 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે. જો કે, રાજ્યમાં કોરોનાથી એકપણ મોત થયું નથી.
ગુજરાતમાં હાલમાં જે કેસો જોવા મળે છે તે ઓમીક્રોનના પેટા ટાઇપ વેરિયન્ટ LF.7.9 અને XFG Recombinant છે. જેમા દર્દી માઈલ્ડ તાવ, શરદી ખાસી જેવા લક્ષણો ધરાવે છે.
• હોમ આઈસોલેશનમાં ૨હેલા વ્યક્તિઓએ તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું, અને જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, વગેરે જેવા લક્ષણોમાં જણાયે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક ક૨વો.
• ખાંસી/છીંક દરમિયાન નાકનું મોં ઢાંકવું. જાહેર સ્થળોએ થૂંકવું નહીં. અવારનવાર સાબુથી હાથ ધોવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરાવવો વગેરે કોવિડ એપ્રોપ્રીયેટ બિહેવિયરનું પાલન કરવું.
• કો-મોર્બીડ કંડીશન ધરાવતા લોકો અને રોગપ્રતિકારક શક્તિની ઉણપ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું અથવા આવી જગ્યાએ મારકનો ઉપયોગ કરવો.
• કોવિડના કેસોમાં દ૨ 6 થી 8 માસમાં રાઈજિંગ ટ્રેન્ડ આવતો હોય છે જેથી ગભરાવાની જરૂર નથી. ‘સાવચેતી એજ સમજદારી છે’
- કેરળ – 430 એક્ટિવ કેસ, 2 મૃત્યુ
- મહારાષ્ટ્ર – 325 એક્ટિવ કેસ, 5 મૃત્યુ
- દિલ્હી – 104 એક્ટિવ કેસ
- ગુજરાત – 64 એક્ટિવ કેસ
- તમિલનાડુ – 69 એક્ટિવ કેસ
- કર્ણાટક – 100 એક્ટિવ કેસ
- યુપી – 30 એક્ટિવ કેસ, 1 મૃત્યુ
- રાજસ્થાન – 22 એક્ટિવ કેસ, 2 મૃત્યુ
- પશ્ચિમ બંગાળ – 11 એક્ટિવ કેસ
- પુડુચેરી – 9 એક્ટિવ કેસ
- હરિયાણા – 13 એક્ટિવ કેસ
- આંધ્રપ્રદેશ – 4 એક્ટિવ કેસ
- મધ્યપ્રદેશ – 5 એક્ટિવ કેસ, 1 મૃત્યુ
- બિહાર – 6 એક્ટિવ કેસ
- છત્તીસગઢ- 3 એક્ટિવ કેસ
- ગોવા અને તેલંગાણા – 1-1 એક્ટિવ કેસ
- અન્ય રાજ્યોમાં 3 કેસ




