
તા.૧૨.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ તાલુકાના BCC સંકલન સમિતિ દ્રારા આગામી ૯ ઓગષ્ટ નિમિતે મીટીંગનો આયોજન કર્યો
ઝાલોદ BCC સંકલન સમિતિની મીટીગ ૯ ઓગષ્ટ નિમિત્તે મીટિંગ બોલાવવામાં આવી હતી તેમાં ઝાલોદ તાલુકાના BCC સભ્યો તેમજ આદિવાસી પરિવારના આગેવાનો તથા વિવિધ સંગઠનો તેમજ પાર્ટીઓ સાથે જોડાયેલા આદિવાસી સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઝાલોદ તાલુકા મથકે ૯ ઓગસ્ટ નો પ્રોગ્રામ ઉજવવાનો નક્કી કરી કાર્યક્રમ ની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી તેમજ સ્ટેજ રેલી ના રૂટ તેમજ વિવિધ સર્કલો પર ફૂલ-હાર અને પૂજા અર્ચના કરી ને રેલી પ્રસ્થાન કરવાનો આયોજન કરવામાં આવેલ સર્વ સંમતિથી તાલુકા કન્વીનરો તરીકે નીલમબેન વસૈયા , હિતેશભાઈ નિનામા , વિક્ષિતભાઈ સાંગડા ની સર્વ સમિતિથી નિમણૂક કરવામાં આવેલ છે અને ઝાલોદ ખાતે તાલુકા કક્ષા નો પ્રોગ્રામ ઉપર મુજબ ના આયોજન મુજબ કરવામાં આવશે જેની તમામ આદિવાસી પરિવાર ના ભાઈ બહેનો એ તેમજ વડીલો એ આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવા માટે આયોજન સમિતિ દ્વારા જોહાર તેડું છે




