હદ થઈ ગઈ હવે તો : વરરાજો લગ્ન પહેલા સાસુ સાથે જ ભાગી ગયો !!!
લગ્નના 9 દિવસ પહેલા વરરાજા તેની થનાર સાસુ સાથે ભાગી ગયો, બંને વચ્ચે અફેર ક્યારે શરૂ થયું તે કોઈને ખબર નહોતી

પ્રેમ આંધળો હોય છે… તમે આ કહેવત સાંભળી જ હશે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈના પ્રેમમાં પડે છે ત્યારે ઉંમર, જાતિ કે ધર્મ દેખાતા નથી. ઉત્તર પ્રદેશના અલીગઢમાં પણ આવું જ એક ઉદાહરણ જોવા મળ્યું. વિગતો મુજબ લગ્નના 9 દિવસ પહેલા વરરાજા તેની થવાની સાસુ સાથે ભાગી ગયો હતો. બંને વચ્ચે અફેર ક્યારે શરૂ થયું તે કોઈને ખબર નહોતી. આ ઘટના પછી દુલ્હન આઘાતમાં છે.
યુપીના અલીગઢના મદ્રક પોલીસ સ્ટેશન વિસ્તારમાં અહીં એક માતા તેની પુત્રીના થવાના પતિ એટલે કે જમાઈ સાથે ભાગી ગઈ. બંને ક્યાં છે તે હજુ સુધી જાણી શકાયું નથી. મહિલાની દીકરીના લગ્ન 16 એપ્રિલે હતા અને તે પણ એ જ છોકરા સાથે જેની સાથે તે ભાગી ગઈ હતી. વરરાજાએ તેની સાસુને એક મોબાઈલ ફોન પણ ભેટમાં આપ્યો હતો જેના દ્વારા બંને ગુપ્ત રીતે વાત કરતા હતા. કોઈને ખ્યાલ પણ નહોતો કે બંને વચ્ચે પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે.
મહિલાએ પોતે જ પોતાની પુત્રીના લગ્ન ગોઠવ્યા હતા. ભાગતા પહેલા તેણીએ તેની પુત્રીના લગ્ન માટે ઘરમાં રાખેલા લાખો રૂપિયાના ઘરેણાં અને 2.5 લાખ રૂપિયાની રોકડ પણ લઈ લીધી. મહિલાના પરિવારે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી છે. મહિલાના ગુમ થવાનો કેસ નોંધ્યા બાદ પોલીસ તેને શોધવામાં વ્યસ્ત છે. આ જાણીને વિસ્તારના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. છોકરીના ભાવિ સાસરિયાના ઘરમાં પણ આ વાતની ચર્ચા થઈ રહી છે. શરૂઆતમાં કોઈએ આ વાત માની ન હતી. પરંતુ જ્યારે બંને એક જ દિવસે ગાયબ થઈ ગયા ત્યારે પરિવારને શંકા ગઈ. પછી ખબર પડી કે બંને ખરેખર સાથે ભાગી ગયા હતા.
વરરાજા લગ્ન માટે કપડાં ખરીદવા જઈ રહ્યો છું એમ કહીને ઘરેથી નીકળી ગયો ત્યારબાદ તેણે પોતાનો મોબાઈલ બંધ કરી દીધો. પિતા તેને સતત ફોન કરતા રહ્યા પણ મોબાઈલ બંધ હતો. આ પછી પિતાએ સાસરિયાંના ઘરે ફોન કર્યો. પછી ખબર પડી કે, છોકરીની માતા પણ ગાયબ થઈ ગઈ છે.
જ્યારે છોકરીના પિતાએ કબાટ તપાસ્યું ત્યારે તેમણે જોયું કે તેમની પુત્રીના લગ્ન માટે રાખેલા કિંમતી ઘરેણાં અને 2.5 લાખ રૂપિયા ગાયબ હતા. આ બાબત સમગ્ર વિસ્તારમાં ચર્ચાઈ રહી છે. આ છોકરીના ઘરમાં અને તેના ભાવિ સાસરિયાના ઘરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. પરિવારના સભ્યોની ફરિયાદના આધારે પોલીસે ગુમ વ્યક્તિનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. મહિલા અને તેના ભાવિ જમાઈના મોબાઈલ લોકેશન ટ્રેક કરવામાં આવી રહ્યા છે.




