એન.પી.પટેલ આટર્સ એન્ડ એસ. એ. પટેલ કોમર્સ કોલેજ ના સંયુક્ત ઉપક્રમે ૭૯ માં સ્વાતંત્ર પર્વની ઉજવણી
25 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આટ᳭ર્સ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કૉલેજના સંયુક્ત ઉપક્રમે ૭૯ માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી.જેમાં મુખ્ય મહેમાન તરીકે આદર્શ સંકુલના શિક્ષણ નિયામક શ્રી ફલજીભાઈ જેગોડા સાહેબના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો.તેમજ રાષ્ટ્રના સન્માન મા વંદે માતરમ અને રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું. આદર્શ સંકુલની અંતર્ગત આવેલ તમામ શાળા કોલેજોએ આ આઝાદીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો. જેમાં એસ.એ.પટેલ કોમર્સ કોલેજના વિધાર્થી પરમાર હડમતસિંહ એ પ્રાચીન ભારતથી લઈને આજના ભારત ને ધાર્મિકતાથી જોડીને પોતાના વિચારો વ્યક્ત કર્યા તેમજ સર્વધર્મ સમભાવ ને પ્રદર્શિત કરતું સરસ મજાનું નાટક રજૂ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મકવાણા કાર્તિકભાઈ દ્વારા કરવામાં આવ્યું અને કાર્યક્રમના અંતે દીપ્તિબેન ભાખરીયાએ આભારવિધિ વ્યક્ત કરી કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોને બુંદી ની પ્રસાદી આપવામાં આવી.આ સમગ્ર કાર્યક્રમ નુ આયોજન ડૉ.મનીષાબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક ધારા ના કન્વીનર ડૉ.કિરણબેન રાવલ અને પ્રો.વર્ષાબેન ચૌધરી એ સફળતાપૂર્વક કર્યું હતુ.